________________
--
-
--
કેશરી ચેરની કથા – થઈને નાચવા લાગે. મનમાં ભયથી વ્યાકુલ થતાં વૈરાગ્યપૂર્વક તેને વિચાર થયે કે–મારૂં ઉગ્ર પાપ આજ નિશ્ચય પ્રગટી નીકળ્યું છે” એવામાં કોઈક ગામ પાસેના ઉદ્યાનમાં ઉપદેશ આપતા કોઈ મુનિના મુખથી તેણે ધ્યાનના સારરૂપ વચન શ્રદ્ધાપૂર્વક સાંભળ્યું કે–દીપક કરતાં જેમ ઘર તિમિરમુક્ત થાય, તેમ ધ્યાનથી સમભાવમાં રહેલે મનુષ્ય સર્વ જગ્યાએ તરત જ પાપમુક્ત થાય છે.” એવાં હૃદયના મર્મસ્થાને લાગેલ તે વચનને ભાવતે અને રેશમાંચ ધારણ કરતા તે ચેર ત્યાં જ ઊભે રહ્યો અને સારાસાર સમસ્ત જગતની સ્તુતિ કે નિંદાથી મનને મુક્ત કરી દુરિતને ભેદનાર તે મધ્યસ્થભાવમાં મગ્ન થઈ ગયે. શેષ રાત્રિ અને આખો દિવસ તે એવા સમતાભાવમાં મગ્ન થઈ ગયે કે જેથી પવિત્ર પરમાત્મામાં લીન થયેલ તેનું મન સ્થિર થયું. એટલે ઘાતિકર્મને ક્ષય થતાં સાંજે તેને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું એવામાં સર્વત્ર તપાસ કરતા રાજા પણ ત્યાં આવ્યું. તે વખતે એક તરફ સુભટો સહિત રાજા તેને મારવાને ધર્યો અને બીજી બાજુ રજોહરણ લઈને દેવતાઓ તેને વાંદવાને આવ્યા. દેવતાઓએ રચેલ સુવર્ણ—કમલ પર કેવળી કેશરી મુનિ બિરાજમાન થતાં રાજા પ્રમુખ મારનારા પણ નમનાર થઈ ગયા. તે વખતે દંતકિરણથી ચાંદનીને પ્રગટાવતાં તે મુનિએ પાપ-તિમિરને નાશ કરવામાં પૂર્ણિમા સમાન દેશના આપી.
પછી–હે નાથ! તમારું એ ચરિત્ર કહ્યાં અને આ કેવ લજ્ઞાન કયાં?” એમ રાજાએ પૂછતાં કેશરી કેવલી બેલ્યા– હે રાજન ! જન્મથી તેવાં પાપકર્મમાં રમતાં એવા મને,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org