________________
પરિગ્રહ પરિમાણુ ઉ૫
પ.પરિગ્રહ પરિમાણુ પર વિદ્યાપતિની કથા
હે ધીરજને ! એ ચાર વ્રતના રૂપને જેવાને એક દર્પણ સમાન અને અત્યંત નિર્મળ એવા પંચમ વ્રતને ધારણ કરે અસંતેષાદિ દેરૂપ સર્પ સરખા મેહનું ઝેર ઉતારવામાં અમૃત સમાન પરિગ્રહનું જે પરિમાણ તે પરિમાણ તે પાંચમું અણુવ્રત છે. કુર સંસારરૂપ વધૂથી ડરેલા સુજ્ઞ જનને એ વ્રત મુક્તિવર્ધને મેળાપ કરાવવાના સંકેતસ્થાન સરખું એવું પરિગ્રહ પ્રમાણ વ્રતરૂપ અદ્ભુત કલ્પવૃક્ષ તે વિદ્યાપતિની જેમ નિવારણ કર્યા છતાં અર્થ (સંપત્તિ) ને પણ આપે છે. હે શ્રાવકે ! તેનું વૃત્તાંત નીચે પ્રમાણે છે તે સાંભળો –
પિતનપુર નામના નગરમાં પ્રખ્યાત અને વૈભવશાળી વિદ્યાપતિ નામે એક ધનિક વ્યાપારી વસતે હતે. તિષી જેમ તારાઓની સંખ્યા ન જાણે તેમ તે વિદ્યાપતિ સર્વજ્ઞ પ્રભુને સેવક હોવા છતાં પિતાના ઘરમાં રહેલી લક્ષ્મીનું પ્રમાણ જાણતું ન હતું. ઈચ્છવા લાયક ગુણેના ઉદયવાળી અને જિનશાનરૂપી કમલમાં ભ્રમર સરખા અનુરાગવાળી શંગારસુંદરી નામે તેની ગૃહિણી હતી. અનંતગણું લાભને ઈચછનાર તે સાત ક્ષેત્રમાં ધનને વાપરતાં યથાકાલ પ્રયત્નપૂર્વક ધર્મનું પિષણ કરતે હતે. એ રીતે ધન મેળવતાં, નિત્ય ધર્મ સાધતાં, સજજનેના અણને નિવારતાં, પાપને ખપાવતાં અને સુખપૂર્વક દિવસે ગુમાવતાં એકદા તેને સ્વપ્નમાં કઈક સ્ત્રીએ આવીને આ પ્રમાણે કહ્યું: “હું લક્ષ્મી, તારા ગુણેને વશ હોવાથી તેને કહ્યું,
છું કે–દેવગે ખેંચાઈને હું આજ પછી દશમે દિવસે તારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org