________________
મગિલની કથા–જ
તું ભવપર્યત સેવનીય છે. હે પ્રભો ! રવિની જેમ મારી પ્રભાથી સ્પર્શ–દેષ થવાને નથી.” પછી તેવા મહાશીલથી પ્રસન્ન થયેલ તથા વિદ્યાથી વિકસિત વિદ્યાધરીથી પગલે પગલે ગૌરવ પામતે, તથા પ્રકારને વૃત્તાંત જાણવાથી હર્ષ પામતી તથા ચારિત્ર લેવાના ધ્યાનથી પાપ-કંદને ગાળતી એવી નંદા સહિત, પ્રભાતે પણ અખંડ ચળકતા દીવાથી દેદીપ્યમાન તથા આશ્ચર્ય પૂર્વક લેકોથી જોવાતે તે નાગિલ ગુરુ પાસે આવ્યું, અને નંદા સહિત વિધિપૂર્વક વ્રત લઈને તે ગુરુને સાથે મહાઅરણ્ય, આરામ, ગામ અને નગરાદિકમાં વિચારવા લાગ્યા. રાત્રે પણ તે દીવાના પ્રકાશમાં અભ્યાસ કરતાં તે નાગિલમુનિ અલ્પ દિવસમાં જ શાસ્ત્રજ્ઞ બની ગયા. સંયમની પૂર્વે બાંધેલ આયુવાળા અને નંદા સાથેના સ્નેહવાળા હરિવર્ષ ક્ષેત્રમાં તે નાગિલમુનિ મૃત્યુ પામીને કલ્પવૃક્ષ નીચે યુગલિકપણું પામ્યા. ત્યાંથી ભાગ્યશેષને લીધે તે બને ભેગ સુખ ભેગવી મહાવિદેહક્ષેત્રમાં મનુષ્ય થઈને મોક્ષ પામ્યા, માટે હે ભવ્ય ! અદ્વૈત આનંદમાં તત્પર અને દક્ષ બનીને ધર્મવૃક્ષના એકસિંચનરૂપ ચોથા વ્રતને નાગિલ અને નંદાની જેમ ધારણ કરે.
I બ્રહ્મવ્રત ઉપર નાગિલની કથા .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org