________________
સમ્યકત્વવત ઉપર તેના વિચિત્ર ચરિત્રથી ચમત્કાર પામી, કુમારની રજા લઈને યક્ષ પિતાના સ્થાને ગયે.
. હવે સવાર થતાં રાત્રિને વૃત્તાંત જાણીને રાજા તરત કુમાર પાસે આવ્યા, અને આનંદથી આલિંગન કરી તે કુમારને બાલસૂર્યના કિરણેથી રમણીય થયેલા નગરમાં લઈ ગયો, એટલે દરેક રસ્તે પિરજને અને રમણીઓની દષ્ટિરૂપ કમળના તેરણયુક્ત નગરમાં રાજાએ તેને ઉત્સવપૂર્વક પ્રવેશ કરાવ્યું. કેટલાક કાળ પછી વિક્રમને રાજ્યભાર સેંપીને રાજા સ્વર્ગસ્થ થયે ત્યારે અનિત્યતાના ધ્યાનરૂપ સુધાસિંધુના તરંગમાં સ્નાન કરતાં વિક્રમ રાજાએ પિતાના વિરહાગ્નિના તાપને શાંત કર્યો, અને પિતાના શેકાનિથી સુવર્ણની જેમ વિશેષ નિર્મળ થયેલ પિતાના વિવેકને તેણે અંતકરણને અલંકાર બનાવ્યો. એટલે વાયરૂપ કલ્પવૃક્ષના બગીચાની છાયામાં બેસીને તે વિક્રમ જિનગૃહ-ભૂષણથી સર્વાગ વિભૂષિત થયે એ રાજાના પ્રત ૫થી લોકો સાત વ્યસનથી મુક્ત થયા, સુકૃતમાં સદા તત્પર બન્યા કેમકે પ્રજા રાજાની જેમ શોભવા સરખી જ તેજવાળી થાય છે.
એકદા ઉત્કટ સંનિપાતની જેમ કલિંગ દેશને સ્વામી યમ, તે દેશને વિનાશ કરવા માટે અકરમાત્ આવી પહોંચે. કોઈ દેવના પ્રભાવથી પ્રાપ્ત થયેલ અદ્દભુત બળ થતાં હરિણ જેમ સિંહ પર આક્રમણ કરે, તેમ તેણે વિક્રમ પર આક્રમણ કર્યું. એટલે સૈન્યથી ઊડતી રજથી સૂર્યમંડળના તેજને આચ્છાદિત કરતે વિક્રમ રાજા પણ તેની સામે આવ્યો, અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org