________________
પુણ્યપ્રકાશનું સેવન
ઢાળ ૭ મી. (રેવતગિરિ હુઆ, પ્રભુનાં ત્રણ કલ્યાણક-એ દેશી) હવે અવસર જાણી, કરી સંલેખણ સાર, અણુસણ આદરિયે, પચ્ચકખી ચારે આહાર, લલુતા સવિ મૂકી, છાંડી મમતા અંગ, એ આતમ ખેલે, સમતા જ્ઞાન તરંગ. (૧). ગતિ ચારે કીધાં, આહાર અનત નિઃશંક; પણ તૃપ્તિ ન પામે, જીવ લાલચીઓ રંક; દુલહા એ વળી વળી, અણસણને પરિણામ; એહથી પામીજે, શિવપદ સુરપદ ઠામ. (૨). ધન ધન્ના શાલિભદ્ર, બંધે મેઘકુમાર, અણસણ આરાધી, પામ્યા ભવને પાર; શિવમંદિર જાશે, કરી એક અવતાર; આરાધનકે, એ “નવમે અધિકાર (૩). “દશમે અધિકારે મહામંત્ર નવકાર મનથી નવિ મૂકે, શિવસુખ ફલ સહકાર. એ જપતાં જાયે, દુર્ગતિ દેષ વિકાર સુપરે એ સમારે, ચૌદ પૂરવનો સાર. (૪). જનમાંતર જાતાં, જે પામે નવકા; તે પતિક ગાળી, પામે સુર અવતાર એ નવપદ સરિ, મંત્ર ન કઈ સાર; એહ ભવને પરભવે, સુખ સંપત્તિ દાતાર. (૫). જુઓ ભીલ ભીલડી, રાજા રાણું થાય; નવપદ મહિમાથી, રાજસિંહ મહારાય, રાણી રત્નવતી બેહ, પામ્યાં છે સુરભેગ: એક ભવ પછી લેશે, શિવવધુ સંજોગ. (). શ્રીમતીને એ વળી, મંત્ર ફ તત્કાલ: ફણીધર ફીટીને, પ્રગટ થઈ ફૂલમાળ: શિવકુમરે જોગી, સેવન પુરી કીધ: એમ એણે મંત્ર, કાજ ઘણાંના સિદ્ધ. (૭). એ દશ અધિકારે, વીર જિણેસર ભાગ્યો આરાધનકેરો વિધિ, જેણે ચિત્તમાંહી રાખે; તેણે પાપ પખ ળી, ભવ ભય દૂર નાંખે જિન વિનય કરતાં, સુમતિ અમૃતરસ ચાખ્યો. (૮).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org