________________
કહેતી વખતે ડાબો ઢીંચણ વાળીને જમીન ઉપર સ્થાપવા અને તે (ડાબા ઢીંચણ)ના તળીયા ઉપર જમણા પગની બાજુના પડળન અધભાગને સર્વ ભાર આવે તેમ જમણા પગ ઉભો રાખી બેસવું. ખરી રીતે તે આ બે ઢીંચણ જેવી રીતે સ્થાપવાના કહ્યા છે તેવીજ રીતે ભૂમિપર ફકત બન્ને પગની અંગુલીજ સ્થાપીને ઉભડક બેસવાનું છે. તેમ ન બને તે ઉપર મુજબ બેસવું. આવા ઉત્કટ આસનથી ઉપ
ગ એકાગ્ર થાય છે અને તેથી અતિચારની ચિંતના બરાબર થાય છે. “તસ્ય ધમ્મક્સ” ગાથાથી ઉભો થઈને શેષ “વદિનુ બોલે. આ વિધિ ભારને ઉતારીને હળવે થનાર મજુરની પિઠ શ્રાવક પણ પાપરૂપી ભારથી હળવે છે, એમ સૂચવવા અર્થે છે. પછી ગુરૂને અપરાધ ખમાવવા અર્થે બે વાંદણા પૂર્વક અભુદિઓ અભિંતર ” સૂત્રથી અપરાધ ખમાવે. પછી પ્રતિક્રમણ કરવાથી પણ જે અશુદ્ધ રહ્યા હોય તેવા ચારત્રાચારના અતિચારની શુદ્ધિને માટે કાઉસ્સગ્ન કરવાને છે તેથી પ્રથમ બે વાંદણ દો. અહિંથી પાંચમું આવશ્યક શરૂ થાય છે. ચારિત્રાચારની વિશુદ્ધિ કવાયની ઉપશાંતિએજ થાય, તેથી આચાર્ય, ઉપાધ્યાય, વિ. રાદિ પ્રત્યે તથા સર્વે જીવ પ્રત્યે કરેલા અપરાધ ખમાવવા માટે “આયરિય ઉવજઝાએ” સૂત્ર બોલે. તે પહેલાં ગુરૂ વંદન કરે (બે વાંદણા છે) તેનું કારણ, જેમ હરેક ક્રિયા પંચપરમેષ્ટિને નમસ્કાર કરીને કરવામાં આવે છે તેમ ગુરૂ સમીપની સર્વ દિયા ગુરૂના બહુમાનાથે વંદન કરવા પૂર્વક કરવી તે છે. તેમજ આઠ કારણે વાંદણ દેવામાં આવે છે તેમાંનું કાયેત્સર્ગ પણ એક કારણ છે. અવગ્રહમાંથી પાછો ઓસરત ઓસરતો “આયરિય ઉવજઝાએ” બોલે, તે જાણે પોતે કષાય ચતુષ્ટયથી પાછા નિવર્તતે હેય એમ બતાવે છે. પછી સમતાની વૃદ્ધિ અર્થે “કમિભત', કહી પ્રથમ લખેલા હેતુ પ્રમાણે “ઈચ્છામિ ફામિ, તસ્ય ઉત્તરી” ઇત્યાદિ કહી, બે લેગસ્સનો કાઉસ્સગ કરે. તેનું કારણ ચારિત્ર વિનાનું એકલું જ્ઞાન પાંગળું છે, ચારિત્ર સહિત જ્ઞાન સફળ થાય, તે છે. બીજા
આચાર કરતાં ચારિત્રાચારમાં વિશેષ દૂષણ લાગે છે, તેથી તેની વિશુદ્ધિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org