________________
િિ ક , શ્રી છકાયના બોલ છે. વચ્ચે આઠ જજન જાડી છે. ઊતરતા છેકે માખીની પાંખ કરતાં પાતળી છે, સાફ સોનાના પતરાથી અધિક ઉજળી, ગાક્ષીર સરખી, શંખ, ચંદ્ર, અંતરત્ન, રૂપાના પટ, મોતીના હાર, ક્ષીરસાગરના પાણી થકી ઘણી ઉજળી છે. તે સિદ્ધશિલાનાં બાર નામ. ૧ ઈષત, ૨ ઈષ પ્રાગુભાર, ૩ તનુ, ૪ તનુ તનુ, પ સિદ્ધિ, ૬ સિદ્ધાલય, ૭ મુક્તિ, ૮ મુક્તાલય, ૯ લોકાચ, ૧૦ લોકસ્તુમિકા, ૧૧ લોકપ્રતિબોધિકા, ૧૨ સર્વ પ્રાણીભૂત જીવસત્ત્વ સૌખ્યાવહિકા. તે સિદ્ધશિલાની ફરતી પરિધિ ૧,૪૨,૩૦,૨૪૯ જોજન, (એક કરોડ, બંતાલીસ લાખ, ત્રીસ હજાર, બસો ઓગણપચાસ) છે. ત્યાંથી એક ગાઉ સત્તરસ છાસઠ ધનુષ્ય ઊંચે જઈએ ત્યારે તેના એક છેલ્લા જોજનના (માઠે રે, સીડીનાં આકારે) એક ગાઉના છ ભાગ કરીએ તેમાં પાંચ ભાગ નીચે મૂકીએ, બાકી એક ભાગ રહ્યો, તેમાં સિદ્ધ ભગવંત બિરાજે છે. - પાંચસે ધનુષ્યના સિદ્ધ થયા હોય તે ૩૩૩ ધનુષ્ય ને ૩૨ આગળ ક્ષેત્ર અવગાહીને રહ્યા છે. ૭ હાથના સિદ્ધ થયા હોય તે ૪ હાથને ૧૬ આંગુલ ક્ષેત્ર અવગાહીને રહ્યા છે. ર હાથના સિદ્ધ થયા હોય તે ૧ હાથને ૮ આંગુલ ક્ષેત્ર અવગાહીને રહ્યા છે. તે સિદ્ધ ભગવંત કેવા છે ? અવર્ષે, અગધે, અરસે, અફાસે, જન્મ મરણ રહિત, આત્મિક ગુણે કરી સહિત છે. તેવા સિદ્ધ ભગવંતને મારી સમય સમયની વંદણા હોજો.
ઇતિ સિદ્ધશિલાનું વર્ણન. ઇતિ છકાયના બોલ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org