________________
:
૬૦૦
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ
૯૪. ૨૨મ પદ
શ્રી પક્ષવણા સૂત્ર પદ ૧૦
૨૨મની અપેક્ષા અચ૨મ છે અને અચ૨મની અપેક્ષા ચ૨મ છે. આમાં ઓછામાં ઓછા બે પદાર્થ હોવા જોઈએ. નીચે રત્નપ્રભાદિ એકેક પદાર્થનો પ્રશ્ન છે. ઉત્તરમાં અપેક્ષાથી નાસ્તિ છે. બીજી અપેક્ષાથી અસ્તિ છે. એને જ સ્યાદ્વાદ ધર્મ કહે છે.
પૃથ્વી ૮ પ્રકા૨ની છે. ૭ નારકી અને ઇશપ્રાગ્બારા (સિદ્ઘશિલા). પ્રશ્ન રત્નપ્રભા શું (૧) ચરમ છે ? (૨) અચરમ છે ? (૩) ઘણા ચ૨મ છે ? (૪) ઘણા અચ૨મ છે ? (૫) ચ૨મ પ્રદેશ છે ? (૬) અચ૨મ પ્રદેશ છે ?
ઉત્ત૨ – રત્નપ્રભા પૃથ્વી દ્રવ્યાપેક્ષા એક છે. માટે ચ૨માદિ ૬ બોલ ન હોય. બીજી અપેક્ષા રત્નપ્રભાના મધ્યભાગ અને અંતભાગ એવા બે ભાગ ક૨ીને જવાબ આપીયે તો ૨૨મ પદનું અસ્તિત્વ છે. જેમ કે રત્નપ્રભા પૃથ્વી દ્રવ્યાપેક્ષા (૧) ચ૨મ છે, કેમકે, મધ્ય ભાગની અપેક્ષા બહા૨નો (અંત) ભાગ ૨૨મ છે. (૨) અચ૨મ છે, કેમકે, અંત ભાગની અપેક્ષા મધ્ય ભાગ અચ૨મ છે. ક્ષેત્રાપેક્ષા (૩) ૨૨મ પ્રદેશ છે. કેમકે મધ્ય પ્રદેશાપેક્ષા અંત પ્રદેશ ચ૨મ છે. અને (૪) અચ૨મ પ્રદેશ છે. કેમકે, અંત પ્રદેશાપેક્ષા મધ્યના પ્રદેશ અચ૨મ છે.
રત્નપ્રભાની જેમ જ નીચેના ૩૬ બોલને ચાર ચાર બોલ લગાડી શકાય. ૭ નારકી, ૧૨ દેવલોક, ૯ ત્રૈવેયક, ૫ અનુત્તર વિમાન, ૧. સિદ્ધશિલા, ૧ લોક અને ૧ અલોક એમ ૩૬×૪ ૧૪૪ બોલ
થાય છે.
એ ૩૬ બોલાનો ચરમ પ્રદેશમાં તારતમ્યતા છે. તેનો અલ્પબહુત્વ.
Jain Education International For Private & Personal Use Only
=
www.jainelibrary.org