________________
૫૭૨
શ્રી બૃહદ્દ જૈન થોક સંગ્રહ
નિક્ષેપ. કેવળજ્ઞાન થયા પહેલાના સંસારી જીવનને કે નિર્વાણ પામ્યા બાદના શરીરને મહાવીર માનવા તે મહાવીરનો દ્રવ્ય નિક્ષેપ. મહાવીર પોતે કેવળજ્ઞાન, કેવળદર્શન સહિત બિરાજતા હોય તેમને જ મહાવીર કહેવા તે ભાવ નિક્ષેપ. એ રીતે જીવ, અજીવ આદિ સર્વ પદાર્થોનું ચાર નિક્ષેપા ઉતા૨ી જ્ઞાન થઈ શકે.
૩. દ્રવ્ય-ગુણ-પર્યાય દ્વા૨ : ધર્માસ્તિકાય આદિ જેમ છ દ્રવ્ય છે, ચલનસહાય આદિ સ્વભાવ તે દ૨ેકના જુદા ગુણ છે, અને દ્રવ્યોમાં ઉત્પાદ્, વ્યય, ધ્રુવ આદિ પરિવર્તન થવું તે પર્યાયો છે.
દૃષ્ટાંત – જીવ તે દ્રવ્ય, જ્ઞાન-દર્શન આદિ તેના ગુણ, મનુષ્ય, તિર્યંચ, દેવ, સાધુ આદિ દશા તે પર્યાય સમજવી.
૪. દ્રવ્ય—ક્ષેત્ર-કાળ-ભાવ દ્વા૨ : દ્રવ્ય તે જીવ, અજીવ આદિ. ક્ષેત્ર તે આકાશ પ્રદેશ. કાળ તે સમય, ઘડી, જાવ કાળચક્ર. ભાવ તે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ આદિ. જીવ, અજીવ બધા ૫૨ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ
ભાવ ઉતારી શકાય.
૫. દ્રવ્ય – ભાવ દ્વાર : ભાવને પ્રગટ કરવામાં સહાયક તે દ્રવ્ય છે. જેમ દ્રવ્યથી જીવ અમર, શાશ્વત છે, ભાવથી અશાશ્વત છે. દ્રવ્યથી લોક શાશ્વત છે, ભાવથી અશાશ્વતો છે. એટલે કે દ્રવ્ય તે મૂળ વસ્તુ છે, સદૈવ – શાશ્વતી છે. ભાવ તે વસ્તુની પર્યાય છે, અશાશ્વતી છે.
જેમ ભમરો લાકડું કોતરે છે તેમાં 'ક' જેવો આકાર બની ગયો તે દ્રવ્ય 'ક' અને કોઈ પંડિતે સમજીને 'ક' લખ્યો તે ભાવ 'ક' જાણવો. ૬. કારણ કાર્ય દ્વાર ઃ કાર્ય (સાધ્ય) ને પ્રગટ કરનાર પહોંચાડનાર તે કારણ છે. કારણ વિના કાર્ય ન થાય જેમ ઘડો બનાવવો તે કાર્ય છે, તો માટી, કુંભાર, ચાકડો આદિ કારણ અવશ્ય જોઈએ માટે કારણ મુખ્ય છે.
-
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org