SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ [૩૮] ) શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ (૫) કાળદ્વાર – તે એક સિદ્ધ આથી સાદિઅનંત, સર્વ સિદ્ધ આથી અનાદિ અનંત. (૬) અંતરદ્વાર -- તે ફરી સિદ્ધને સંસારમાં આવવું નથી અને એક સિદ્ધ ત્યાં અનંતા સિદ્ધ છે. અનંતા સિદ્ધ ત્યાં એક સિદ્ધ છે એટલે બે સિદ્ધમાં અંતર નથી. (૭) ભાગદ્વાર – ત સિદ્ધના જીવ સઘળા જીવને અનંતમે ભાગે છે, લોકને અસંખ્યાતમે ભાગે છે. (૮) ભાવઢાર – તે સિદ્ધમાં ક્ષાયિકભાવ, કેવળજ્ઞાન, કેવળદર્શન, ક્ષાયિક સમકિત છે અને પરિણામિક ભાવ તે સિદ્ધપણું જાણવું. (૯) અલ્પબહુવૈદ્વાર –- તે સર્વથી થોડા નપુંસક સિદ્ધ, તેથી સ્ત્રી સંખ્યાતગુણી સિદ્ધ, તેથી પુરૂષ સંખ્યાતગુણા સિદ્ધ. એક સમયે નપુંસક ૧૦ સિદ્ધ થાય, સ્ત્રી ર૦ સિદ્ધ થાય, પુરૂષ ૧૦૮ સિદ્ધ થાય. - ૧૯ બોલનો ધણી મોક્ષે જાય તે કહે છે. ૧ –સપણે, ૨ બાદરપણે, ૩ સંજ્ઞીપણે ૪ વજઋષભનારાચ સંઘયણપણે, ૫ શુક્લધ્યાનપણે, ૬ મનુષ્યગતિ, ૭ ક્ષાયિકસમકિત, ૮ યથાવાતચારિત્ર, પંડિતવીર્ય, ૧૦ કેવળજ્ઞાન, ૧૧ કેવળદર્શન, ૧૨ ભવ્યસિદ્ધિક, ૧૩ પરમશુક્લલશી, ૧૪ ચરમ શરીરી, ૧૫ પર્યાપ્ત, ૧૬ અવેદી, ૧૭ અપ્રમાદી, ૧૮ અકષાયી, ૧૯ સ્નાતક. જઘન્ય બે હાથની અવગાહનાવાળો, ઉત્કૃષ્ટ પાંચસો ધનુષ્યની અવગાહનાવાળો, જઘન્ય નવ વરસનો, ઉત્કૃષ્ટ પૂર્વક્રોડ વર્ષના આયુષ્યવાળો, કર્મભૂમિનો મનુષ્ય હોય તે મોલમાં જાય. ઈતિ મોક્ષતત્ત્વ. ઇતિ નવતત્ત્વ સંપૂર્ણ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy