SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ ૧૫ ભેદે સિદ્ધ થાય તે કહે છે. ૧. તીર્થ સિદ્ધા – તીર્થંકરે તીર્થ સ્થાપ્યા પછી જે મોક્ષે જાય તે, ગણધર પ્રમુખ. ૨. અતીર્થ સિદ્ધા – તીર્થંકરે તીર્થ સ્થાપ્યા પહેલાં તથા તીર્થ વિચ્છેદ થયા બાદ જે મોક્ષે જાય તે, મરૂદેવી માતા પ્રમુખ. ૩. તીર્થંકર સિદ્ધા – તીર્થંકર પદવી પામીને મોક્ષે જાય તે, ઋષભદેવ ભગવાન આદિ અરિહંત ભગવાન. ૪. અતીર્થંકર સિદ્ઘા – તીર્થંકર પદ પામ્યા વિના સામાન્ય કેવળી થઈ મોક્ષે જાય તે. ૫. ગૃહસ્થલિંગ સિદ્ઘા – ગૃહસ્થના વેષે રહ્યા થકા મોક્ષે જાય તે, મરૂદેવી માતા પ્રમુખ. ૬. અન્યલિંગ સિદ્ઘા – યોગી, સંન્યાસી પ્રમુખ તાપસના વેષે મોક્ષે જાય તે, વલ્કલચી૨ી આદિ. ૭. સ્વલિંગ સિદ્રા – સાધુના વેષે મોક્ષે જાય તે, શ્રી જંબુસ્વામી વગેરે સાધુ મુનિરાજો. ૮. સ્ત્રીલિંગ સિદ્ધા – સ્ત્રી લિંગે મોક્ષે જાય તે, ચંદનબાળા આદિ. ૯. પુરુષલિંગ સિંદ્ધા – પુરુષ લિંગે મોક્ષે જાય તે, ગૌતમાદિક. ૧૦. નપુંસકલિંગ સિદ્ધા – નપુંસક લિંગે મોક્ષે જાય તે, ગાંગેય અણગાર પ્રમુખ. ૧૧. પ્રત્યેકબુદ્ધ સિદ્ધા – કોઈ પદાર્થ દેખીને પ્રતિબોધ પામવાથી પોતાની મેળે ચારિત્ર લઈ મોક્ષે જાય તે, ક૨કંડુ પ્રમુખ. ૧૨. સ્વયંબુદ્ધ સિંદ્ધા – ગુરુના ઉપદેશ વિના પોતાની મેળે જાતિસ્મરણ આદિ જ્ઞાનથી પ્રતિબોધ પામી મોક્ષે જાય તે, કપિલ આદિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy