________________
શ્રી નવ તત્ત્વ તથા કફાદિક રોગનો નાશ કરે છે તે તેનો સ્વભાવ જાણવો. તેમ જ્ઞાનાવરણીય કર્મનો અનંત જ્ઞાન ટાળવાના સ્વભાવ છે. અનંત દર્શન ટાળવાનો દર્શનાવરણીય કર્મનો સ્વભાવ છે. અનંત અવ્યાબાધ સુખને ટાળવાનો વેદનીય કર્મનો સ્વભાવ છે. સમ્યક્ત્વ તથા ચારિત્રને ટાળવાનો મોહનીય કમનો સ્વભાવ છે. અક્ષય સ્થિતિને ટાળવાનો આ... કર્મનો સ્વભાવ છે. અમૂર્તતાને ટાળવાનો નામ કમનો સ્વભાવ છે. અગુરુ લઘુ ગુણને ટાળવાન ગોત્ર કર્મનો સ્વભાવ છે. અનંત દાન, અનંત લાભ, અનંત ભોગ, અનંત ઉપભોગ તથા અનંત વીર્યને એટલે કે અનંતરાય ગુણ ટાળવાનો અંતરાય કર્મનો સ્વભાવ છે.
૨ સ્થિતિ બંધ – જેમ તે જ લાડવો પક્ષ, માસ, બે માસ, ત્રણ માસ કે ચાર માસ સ્થિતિ સુધી રહી શકે છે, તેમ કોઈ કર્મ અંતર્મુહૂર્ત સુધી, કોઈ કર્મ વરસ સુધી, તો કોઈ કર્મ ૭૦ ક્રોડાકોડી સાગરોપમ સુધી રહે છે. સ્વભાવ બંધાવાની સાથે જ, તે સ્વભાવથી અમુક સમય સુધી જુદા ન પડવાની મર્યાદા કર્મ પુદ્ગલોમાં નિર્મિત થાય છે તે કાળને સ્થિતિ બંધ કહે છે.
- ૩ અનુભાગ બંધ – જેમ લાડવો કોઈ મીઠો હોય, કડવો હોય, કોઈ તીખો હોય તેમજ કોઈક લાડવાનો એકઠાણીઓ રસ હોય, કોઈનો બેઠાણીઓ રસ હોય, ઈત્યાદિ અનેક પ્રકારે અલ્પવિશેષ રસ હોય છે. તેમ કોઈ કર્મનો શુભ, તીવ્ર, મંદ વિપાક હોય છે અને કોઈ કર્મનો અશુભ, તીવ, મંદ વિપાક હોય છે. જેમ શાતાવંદનીયાદિકમાં કોઈકનો અશુભ રસ અલ્પ હોય અને કોઈકનો અશુભ રસ ઘણો હોય, તેને ત્રીજો અનુભાગ બંધ કહીયે.
૪ પ્રદેશ બંધ – તે જ લાડવો અલ્પ દળથી થયો હોય, તો કોઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org