SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ ઉ૭૬) િશ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ કરતાં જે દુઃખ થાય છે તેવું બેહદ દુઃખ થાય છે. તે સર્વ પોતાના કરેલાં પુણ્ય પાપનાં ફળ છે અને તે ઉદયકાળમાં ભોગવાય છે. એ સર્વ મોહનીય કર્મનો સંતાપ છે. ગર્ભના જીવની સ્થિતિ : જે જીવે પૂર્વમાં શુભ કર્મ ઉપાર્જન કર્યા છે તે આ જન્મ સ્વરૂપવાન હોય છે, સુવર્ણ, સુગંધ, સુરત અને સુસ્પર્શવાળો હોય છે. ઈષ્ટ, કાંત, પ્રિય, શુભ અને મનોજ્ઞ હોય છે. આદેય વચનવાળો હોય છે. તેથી વિપરીત જેણે પૂર્વ ભવમાં અશુભ કર્મ ઉપાર્જન કર્યા છે તે કુરૂપ, કુવર્ણ, દુર્ગધ, દુઃરસ અને દુઃસ્પર્શવાળો થાય છે. તે અનિષ્ટ, અકાંત, અપ્રિય, અશુભ અને અમનોશ હોય છે. તે હીનસ્વર, દીનસ્વરવાળો અને અનાદેય વચનવાળો હોય છે. મૈથુન સેવનમાં કયા પ્રકારનો અસંયમ હોય છે? જેમ કોઈ વાંસ આદિની નળીમાં રૂ અથવા બૂરની વનસ્પતિ ભરી હોય, તેમાં કોઈ પુરુષ ગરમ કરેલી લોખંડની સોય નાખે તો નળીમાં રહેલું રૂ અથવા બૂર બળીને ભસ્મ થઈ જાય છે તેમ મૈથુન સેવનમાં યોનિમાં રહેલા જીવોનો નાશ થઈ જાય છે. તે જીવ પંચેન્દ્રિય હોય છે. તેમનો વિનાશ થાય છે. જન્મવા પછી ભંગીયાણીનો દરજ્જો લઈ માતાએ ઘણી સંભાળથી ઉછેરી પુખ્ત ઉંમરનો કીધો છે. તે પ્રજાની આશામાં માતાનું જોબન લુંટાયું છે, વ્યવહારિક સુખ પર તિલાંજલી કરી છે, તે સર્વને તથા ગર્ભવાસના અને જન્મવા વખતનાં દુઃખોને ભૂલી જઈ જોબન મદમાં છકેલાં પુત્ર, પુત્રીઓ, મહા ઉપકારી માતાને તિરસ્કારની દૃષ્ટિ વડે ધિક્કાર આપી, અનાદર કરે છે. હવે બીજા પક્ષમાં વિવેકી, ધર્માત્મા તથા શિયળવત ધારણ કરનારી સગર્ભા માતાના પુત્ર પુત્રીઓ જન્મી ઉછરે છે, તેઓની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy