________________
શ્રી નવ તત્ત્વ
- જીવનું લક્ષણ કહે છે. શાન તે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન તથા કેવળજ્ઞાન એ પાંચ જ્ઞાન સમ્યક્ત્વ આશ્રી કહ્યા છે. તેની સાથે મતિઅજ્ઞાન, શ્રતઅજ્ઞાન તથા વિર્ભાગજ્ઞાન એ ત્રણ અજ્ઞાન મિથ્યાત્વ આશ્રી છે. તે લેતાં આઠની સંખ્યા થાય છે. એમાનું ગમે તે એક અથવા અધિક જ્ઞાન અથવા અજ્ઞાન જેમાં હોય. વળી દર્શન તે ચક્ષુ, અચકું, અવધિ તથા કેવળ, એ ચાર પ્રકારનાં દર્શનમાંનું ગમે તે એક અથવા અધિક દર્શન જેમાં હોય, તથા ચારિત્ર તે સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહાર વિશુદ્ધ, સૂક્ષ્મસંપ રાય, યથાખ્યાત, દેશવિરતિ તથા અવિરતિ એ સાત પ્રકારના ચારિત્ર કે અચારિત્રમાંથી એક હોય તથા તપ બે પ્રકારનું કહ્યું છે એક બાહ્ય તેના ૬ ભેદ, બીજું આત્યંતર તેના ૬ ભેદ, એમાનું ગમે તે એક અથવા અધિક તપ જેમાં હોય, તેમ જ કરણ તથા લબ્ધિરૂપ અથવા બળ પરાક્રમરૂપ એ બે પ્રકારના વીર્યમાંનું ગમે તે એક અથવા વધારે જેમાં હોય તથા ઉપયોગ તે પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન તથા ચાર દર્શન એ બાર પ્રકારના સાકાર તથા નિરાકારરૂપ ઉપયોગમાંનો ગમે તે એક અથવા વધારે ઉપયોગ જેમાં હોય, તેને સંસારી જીવ કહીએ. માત્ર જ્ઞાન, દર્શન ગુણ હોય તેને સિદ્ધ જીવ કહીએ. એ ગુણ જીવ વિના બીજા કોઈમાં હોય નહિ. એ જીવનું લક્ષણ જાણવું.
ઇતિ જીવતત્ત્વ. FE ૨ અજીવ તત્ત્વ જડ લક્ષણ, ચૈતન્ય રહિત હોય તેને અજીવ તત્ત્વ કહીએ.
અજીવતત્ત્વના ૧૪ ભેદ કહે છે :– ૧ ધર્માસ્તિકાયનો સ્કંધ, ૨ દેશ, ૩ પ્રદેશ, ૪ અધર્માસ્તિકાયનો સ્કંધ, ૫ દેશ, ૬ પ્રદેશ, ૭ આકાશાસ્તિકાયનો સ્કંધ, ૮ દેશ, ૯ પ્રદેશ, ૧૦ અદ્ધાસમયકાળ. એ ૧૦ અરૂપી અજીવના ભેદ કહ્યાં. ચાર ભેદ રૂપી અજીવના તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org