________________
રિ૩) 0િ શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ
મિથ્યા દૃષ્ટિનું શ્રુત તે શ્રુત અજ્ઞાન.
૧. મતિ જ્ઞાન, શ્રત જ્ઞાન, એ બે જ્ઞાન અન્યોઅન્ય પરસ્પર મહામહિ ક્ષીરનીરની પર મળી રહે છે, જીવ અને આત્યંતર શરીરની પેરે છે. જ્યારે બે શાન સાથે હોય ત્યારે પણ પહેલાં મતિ પછી શ્રત હોય છે. અહીં બે જ્ઞાનને વિષે આચાર્ય વિશેષે કરી સમજાવે છે.
જીવ મતિએ કરી જાણે તે મતિ જ્ઞાન, શ્રુતે કરી જાણે તે શ્રુત જ્ઞાન...
૧. મતિ જ્ઞાનનું વર્ણન મતિ જ્ઞાનના બે ભેદ. ૧. શ્રુતનિશ્રિત – તે સાંભળ્યા વચનને અનુસાર મતિ વિસ્તરે. ૨. અશ્રુતનિશ્રિત – તે નહિ સાંભળ્યું, નહિ જોયું, તો પણ તેમાં મતિ વિસ્તરે. અશ્રુત નિશ્રિતના ચાર ભેદ ઃ ૧. ઔત્પાતિકા, ૨. વૈનાયિકા,
૩. કાર્મિકા, ૪. પારિણામિકા. ૧. ઔત્પાતિકા બુદ્ધિ – તે પૂર્વે જોયેલું ન હોય કે સાંભળેલું ન હોય છતાં એકદમ વિશુદ્ધ અર્થગ્રાહી બુદ્ધિ ઉત્પન્ન થાય અને તે બુદ્ધિ ફળને ઉત્પન્ન કરે તેને ઓત્પાતિકા બુદ્ધિ કહીએ.
૨.વૈનાયિકા બુદ્ધિ – તે ગુરુ વડીલનો વિનય ભક્તિ કરવાથી જે બુદ્ધિની ઉત્પત્તિ થાય, શાસ્ત્રના અર્થ રહસ્ય સમજે તેને વૈનયિકા બુદ્ધિ કહીએ.
૩. કાર્મિકા (કામિયા) બુદ્ધિ – તે જોતાં, લખતાં, વાંચતાં, ચિતરતાં, ભણતાં, સાંભળતાં, દેખતાં, વણતાં, સીવતાં ઈત્યાદિ અનેક શિલ્પકળા વગેરેનો અભ્યાસ કરતા તેમાં કુશળ થાય તે કાર્મિકા (કામિયા) બુદ્ધિ કહીએ.
૪. પરિણામિકા બુદ્ધિ – તે જેમ જેમ વય પરિણમે તેમ તેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org