SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ (ક) શ્રી बृह६ જૈન થોક સંગ્રહ વડાના બોલાવ્યાં છતાં સાંભળીને મૌન રહે તે. ૨૦. વડાના બોલાવ્યાં છતાં પોતાના આસને ૨હી હા કહે, પરંતુ કામ બતાવશે તેવા ભયથી વડા પાસે જાય નહિ તે. ૨૧. વડાના બોલાવ્યાથી આવે ને કહે કે શું કહો છો ? એવું મોટા સાદે અવિનયથી કહે તે. ૨૨. વડા કહે કે આ કાર્ય તમે કરો તમને લાભ થશે. ત્યારે શિષ્ય વડાને કહે કે તમે જ ક૨ોને તમને લાભ થશે. ૨૩. શિષ્ય વડા પ્રત્યે કઠોર, કર્કશ ભાષા વાપરે તે. ૨૪. શિષ્ય વડાને જેમ વડા શબ્દો વાપરે તેના જ શબ્દો, તેવી રીતે વાપરે તે. ૨૫. વડા ધર્મ વ્યાખ્યાન આપતા હોય ત્યારે સભામાં જઈ બોલે કે તમો કહો છો તે ક્યાં છે ? એમ કહે તે. ૨૬. વડા ધર્મ વ્યાખ્યાન કહેતાં શિષ્ય કહે કે તમો તદ્દન ભૂલી ગયા છો તે. ૨૭. વડા ધર્મ વ્યાખ્યાન આપતાં શિષ્ય પોતે સારૂં ન જાણી ખુશી ન ૨હે તે. ૨૮. વડા ધર્મ વ્યાખ્યાન આપતાં સભામાં ભેદ થાય તેમ અવાજ કરી બોલી ઉઠે કે વખત થઈ ગયો છે, આહારાદિ લેવા જવાનું છે વગે૨ે, કહી ભંગ કરે તે. ૨૯. વડા ધર્મ વ્યાખ્યાન આપતાં શ્રોતાઓના મનને નાખુશી ઉત્પન્ન કરે તે. ૩૦. વડાનું ધર્મ વ્યાખ્યાન બંધ થયું ન હોય તેટલામાં શિષ્ય પોતે વ્યાખ્યાન શરૂ કરે તે. ૩૧. વડાની શય્યા, પથા૨ીને પગે ક૨ી ઘસે, હાથે કરી આસ્ફાલન કરે તે. ૩૨. વડાની શય્યા, પથારી ઉપર ઊભો રહે, બેસે, સૂવે તે. ૩૩. વડાથી ઉચ્ચ આસને કે બ૨ાબ૨ આસને બેસવું, ઊભા રહેવું, સૂવું વગેરે કરે તે. ઇતિ તેત્રીસ બોલ. [3] તુ દિલ દિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy