________________
૧૬૨
શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ તે ચાર જીવો તે પ્રમાણે કરી સર્વને ખમાવી, નિઃશલ્ય થઈ સંથારો કરશે, તે વખતે સંવર્તક, મહાસંવર્તક નામે વાયરો થશે. તેણે કરી પહાડ, પર્વત, ગઢ, બેટ, કૂવા, વાવ, સર્વ સ્થાનક વિસરાલ (નાશ) થશે. માત્ર ૧) વૈતાઢ્ય પર્વત, ૨) ગંગા નદી, 3) સિંધુ નદી, ૪) ઋષભ કૂટ, ૫) લવણની ખાડી, એ પાંચ સ્થાનક રહેશે. બીજા સર્વ સ્થાનક તૂટી પડશે. તે ચાર જીવ સમાધિ પરિણામે કાળ કરીને પહેલા દેવલોકે જશે ત્યારે ચાર બોલ વિચ્છેદ જશે. ૧) પહલે પ્રહરે જૈન ધર્મ વિચ્છેદ જશે, ૨) બીજે પ્રહરે મિથ્યાત્વીનો ધર્મ વિચ્છેદ જશે, ૩) ત્રીજે પ્રહરે રાજનીતિ વિચ્છેદ જશે, ૪) ચોથે પ્રહરે બાદર અગ્નિ વિચ્છેદ જશે.
એ પાંચમા આરાના છેડા સુધી ચાર ગતિમાં જીવ જાય, એક પાંચમી મોક્ષ ગતિમાં ન જાય. પાંચમા આરાના ભાવ સંપૂર્ણ
છઠ્ઠો આરો પાંચમો આરો ઊતરીને છઠ્ઠો આરો બેસે ત્યારે વર્ણ, ગંધ, રસ, સ્પર્શના પર્યવ અનંત અનંત હીણા થાય. એ આરો ર૧,000 વર્ષનો જાણવો. એ આરો દુઃષમ દુઃષમ નામે જાણવો. એટલે એ આરો ઘણો ભયંકર – ઘણો ત્રાસદાયક જાણવો. એક હાથનું શરીર, ૨૦ વર્ષનું આયુષ્ય, ઊતરતે આરે મૂંઢા હાથનું શરીર, ૧૬ વર્ષનું આયુષ્ય, એ આરાને વિષે આઠ પાંસળી અને ઊતરતે આરે ચાર પાંસળી, છેવટુ સંઘયણ અને હૂંડ સંસ્થાન, ઊતરતે આરે એમ જ જાણવું. છ વર્ષની સ્ત્રી ગર્ભ ધારણ કરશે. તે કાળાં, કુદર્શની, રોગી, રિસાળ, નખ અને કેશ ઘણાં એવાં છોકરાં પ્રસવશે. તે કૂતરીની પેઠે પરિવાર સાથે ફેરવશે. એ આરાને વિષે ગંગા અને સિંધુ નદીમાં વૈતાઢય પર્વતના મૂળે ૭ર બીદ્ધ હશે. તેમાં મનુષ્ય, તિર્યંચ, પક્ષી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org