________________
શાન્ત મૂર્તિ મુનિરાજશ્રી વૃદ્ધિચંદજી મહારાજને ટૂંક
જીવન પરિચય
પંજાબે જૈન સમાજને ઘણુ તેજસ્વી રને આપ્યા છે. મુનિરાજશ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ પણ પંજાબના જ વીરરત્ન
હતા.
લાહોર જીલ્લામાં ચિનાબ નદીના કિનારે વસેલ રામનગરમાં સંવત ૧૮૦ ના પિસ શુદિ ૧૧ ને દિવસે એ પુણ્યાત્માને જન્મ થયે. એમના પિતા ધર્મજસ, ઓસવાળ જ્ઞાતિના એક ધનાઢ્ય આગેવાન હતા. માતા કૃષ્ણદેવી પણ એટલા જ, ભાગ્યશાળી હતા. લાલચંદ્ર, મુસદ્દીમલ, વછરીમલ અને હેમરાજ આ ચાર પુત્રરત્ન અને રાધાદેવી નામની એક પુત્રી પછી સૌથી નાના છેલ્લા કૃપારામ હતા. “લઘુતામાં પ્રભુતા વસે એ ન્યાયે કૃપારામે છેક હાના હેવા છતાં પિતાના જીવનને પ્રભુતામય બનાવી યશસ્વી બનાવ્યું.
ઓગણીશમી શતાબ્દિની છેલ્લી વસી. એટલે મહાન સંક્રાન્તિ કાળ. ભારતના ક્ષેત્રે ક્ષેત્ર પુનરુત્થાનને ન રંગ પૂરાઈ રહ્યો હતે. વર્ષોની જમાવટ પછી ધીમે ધીમે શિથિલ થએલ યતિસમાજ બૂઝાતા દિપકની માફક છેલ્લે શ્વાસ લઈ રહ્યો હતે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org