________________
[ ૨૦ ] શ્રાવક બહુ ખુશી થયાજી રે, આગ્રહ રેકવા થાય; થોડા દિવસ રહી અહિં કને જી રે, વઢવાણે મુનિ જાય. હે ગુરૂજી ૨૩ વ્યાધિ વિશેષ અશક્ત છે જી રે, મુળચંદજી ગુરૂભાય; શરિર સુશ્રુષા ગુરૂ કરેછ રે, સાંભળતા તે આંય. હા ગુરૂજી. ૨૪ મન ઉચક થયું એટલે ખરે, લીંબડી તુરતમાં જાય; મુળચંદ મુનિરાયને જીરે, નિવૃત્તિ મનમાં થાય. હે ગુરૂજી ૨૫ શરિર સુશ્રુષા ગુરૂનેજીરે, કરતા દિલ દુભાય; દુર્લભ” સેવા કારણે જીરે, આવી પહોંચ્યા ગુરૂભાય. હે ગુરૂજી ૨૬
ઢાળ સાતમી, (હવે અવસર જાણી કરિયે સ લેષણ સાર. એ રાગ.) જુએ સરલ સ્વભાવી, ભક્તિ કરે ગુરૂરાય, સાંભળતા વેતજ, આવે તૂરત ગુરૂભાય; પરસ્પર એ રિતના, સબંધની જરૂર જણાય, સંપ વૃદ્ધિ હોય ત્યાં, એ સદ્ભાવ દેખાય. કુસંપ પરસ્પર, અન્ય સ્થળોએ જણાય, કર્મબંધના હેતુ, અનેક પ્રકાર તે થાય; સંપ રાખી પરસ્પર, અખંડિત્ત ગુરૂની આણ, પરિપાલન કરતા, સાધે શિષ્ય કાણ. શિષ્યના સબંધમાં, ગુરૂવર્તન પણ આંય, દ્રષ્ટાંત દેખતા, શુદ્ધ રિતે સમજાય; જે કષ્ટ સમયમાં, આપે નહિ ગુરૂ હાય; તે ગુરૂપણને, ભાવ નષ્ટ થઈ જાય. કરે હરેક પ્રકારે, સંયમ માર્ગમાં સ્થિર, સુધારિ શિષ્યા, તે ગુરૂ ગુણ ગંભિર; નિજ ફરજ પાળતા, તારે ભવજલ તીર, તરતા પિતે પણ, વીર આણુ ધરિ શિર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org