________________
| ૧૨૩ ] સરસ સરસ ભેગોની લીલા, નિત્ય ચીતવી મન મેજાર, પણ એ છે રોગની જવાળા, મેં અધમે ન કરેલ વિચાર; ચીતવી મેં ધનની પ્રાપ્તીને, મરણ તુલ્ય નહિં એ ધારેલ, અને ચીતવી સ્ત્રીઓ દીલથી, નહિં ધારેલ નરકની જેલ.
(૨૦) સદાચારના સેવનથી હું, સાધુ હૃદયમાં નથી રહેલ, તેમજ કીતિ પર ઉપકારી, કાર્ય વડે નથી પ્રાપ્ત કરેલ; તીર્થોદ્ધાર વિગેરે એવા, નથી કરેલા મેં શુભ કામ, ફોગટ ગુમાવ્યા નિશ્ચય મેં એવી રીતે જન્મ તમામ.
(૨૧) ગુરૂ ઉપદેશવડે વૈરાગ્યને, રંગ નથી મુજને લાગેલ, તેમજ નથી શાન્તિ દુર્જનના, વચને માં હે મેં ધારેલ; અને વળી અધ્યાત્મજ્ઞાનને, અંશ નથી મારામાં કયાંય, હે દેવ! પછી કઈ રીતે આ, ભવસિબ્ધ મારાથી તરાય.
(૨૨) પુણ્ય ઉપાર્જન પૂર્વ ભવે મેં, કીધેલું નથી એવું કાંય, અને આવતા જન્મ વિષે પણ, મારાથી નહિં કરી શકાય? જે માટે હું એવો મારા, ભૂત, ભાવીને, સાંપ્રત, તેમ, વ્યર્થ ગયા એ ત્રણે ભુવને, હે ઈશ! હારી ગયો હું એમ.
(૨૩) અથવા તે વિશેષ પ્રકારે, ફેગટ હું શું આપની પાસ, હે દેવ ! હે પૂજ્ય ! આ મારૂં, ચરિત્ર કેટલું કરૂં પ્રકાશ, સ્વરૂપ નિરૂપણ ત્રણ જગતનું, કરનારા તે સાક્ષાત, કવણુ માત્ર તેની આગળ આ, મારા ચરિત્ર તણે અવદાત.
(૨૪)
૧ જેલ-બંધીખાનું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org