________________
પ્રબંધ ચિંતામણી (૧૬) તમારા પ્રતાપરૂપ અગ્નિથી હિમાલય નામને પર્વતરાજ બળવા લાગ્યો. અને વિરહાતુર મેના (હિમાલયની સ્ત્રી)એ પ્રવાલની શયામાં પિતાના શરીરને નાખ્યું.
ઉપર પ્રમાણે સમસ્યા પૂરી થયા પછી વડિલની પત્નીને “કયા મુખને દુધ પાઉં? એ પ્રમાણે સમસ્યા આપી અને તેણે તેની નીચે પ્રમાણે પૂર્તિ કરી:(૧૭) જયારે રાવણ જનમીયે, દશ મુખ એક શરીર !
જનની મનમાં ચિંતવે ક્યા મુખને દુધ પાઉ? પછી દાસીને “લટકું કોને કંઠ ?” એ પ્રમાણે સમસ્યા આપી અને તેણે નીચે પ્રમાણે પૂરી કરી – (૧૮) વિરહ ક્રોધ કરીને, કાઢી મુક્યો મેં કંથ
સખિ અચરજ મુને થતું. લટકું કોને કંઠ? પછી બધાંને સત્કાર કરીને જવા દીધાં. માત્ર (તે વિદ્રકુટુંબની ) દીકરીને રાજા ભૂલી ગયો. અને દિવાને આમને રજા આપ્યા પછી માથે રાજછત્ર ધારણ કરીને અગાશીમાં ફરતા રાજાને પાસવાને તે કુટુંબની દીકરી સંબંધી વૃત્તાંત નિવેદન કર્યો એટલે રાજાએ તેને “બેલ” એમ કહ્યું, ત્યારે તેણે નીચે પ્રમાણે લોક કહ્યો –
(૧૯) હે રાજા ભોજ ! હે કુલદીપક, હે સર્વ રાજાઓના મુકુટમણિ, તમારા આ ભુવનમાં રાત્રે પણ માથે છત્રી રાખીને તમે ફરે છે તે ગ્વજ છે. કારણ કે તમારું મુખ જોઈને શરમથી ચંદ્રમા ઠ ન પડે અને ભગવતી અરૂંધતી દુશ્વરિત્રનું પાત્ર ન થાય એમ તમારી ઇચ્છા છે.
ઉપર પ્રમાણેના તેના વચન પછી તેના સૌદર્યથી જેનું ચિત્ત હરીયું છે એવા રાજાએ તેને પરણીને રાણી બનાવી.
પછી એક વખત બે રાજ્યો વચ્ચે સુલેહ હોવા છતાં સંધિમાં દૂષણ ઉત્પન્ન કરવા માટે શ્રીજરાજાએ ગુજરાતની વિકતા જાણવાની ઈચ્છાથી સાબ્ધિ વિગ્રહિકના હાથમાં નીચેની ગાથા આપીને તેને ભીમ તરફ મોકલ્યો.
* મૂળમાં લવણા શબ્દ છે તેને અર્થ દિવાને આમ જેવો કરવો જોઇએ એમ ટૉની પ્ર. ચિ. ના અંગ્રેજી ભાષાંતરમાં કહે છે તે યથાર્થ લાગે છે.
૮ મૂળમાં માત્ર શબ્દ છે તેની મતલબ સુલેહ કે સુલેહના કરાર જેવી લાગે છે. ટોનીએ league of friendship અર્થ કર્યો છે.
૯ મૂળના સાધિ વિગ્રહિક શબ્દને અર્થ એલચી જેવું લાગે છે. રાજાના મંત્રી મંડળમાં સાન્તિ વિગ્રહિકની પણ ગણત્રી હતી, એમ ઉત્કીર્ણ લેખે તથા અર્થશાસ્ત્રના ગ્રન્થ જોતાં જણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org