________________
૫૬
પ્રબંધ ચિંતામણી આયુધ વાપરતાં શીખે. ૭૨૯૬ કળાઓ રૂપી સમુદ્રમાં પારંગત થયે. અને સર્વ (શુભ) લક્ષણ યુક્ત થઈને વધવા લાગ્યો. તેના જન્મ વખતે જાતક જાણનાર કેઈ જોશીએ જન્મ પત્રિકાને ફળાદેશ કર્યો કે -
(૩૨) પચાસ અને પાંચ વર્ષો, સાત માસ અને ત્રણ દિવસ સુધી ભેજ રાજા ગૌડદેશ સાથે દક્ષિણાપથ ભોગવવાને છે.
આ લોકને અર્થ સમજીને, એ હશે તે મારા દીકરાને રાજ્ય નહિ મળે એમ આશંકા કરીને તેને વધ કરવા માટે મુંજે તેને ચંડાળને સોંપ્યો. પછી મધરાતે વધ કરવા લઈ ગયેલા ભેજની અતિ મનોહર મૂર્તિ જોઇને જેના મનમાં અનુકંપા પ્રગટી છે અને તેથી જેઓ ધ્રુજી રહ્યા છે એવા ચંડાળાએ “તારા ઈષ્ટ દેવનું સ્મરણ કરી લે” એમ ભેજને કહ્યું ત્યારે તેણે
(૩૩) તે સત્યુગના અલંકારરૂપ રાજા માંધાતા ગયો, જેણે સમુદ્ર ઉપર સેતુ બાંધ્યો તે રાવણને મારનારા રામ ક્યાં છે? યુધિષ્ઠિર વગેરે તમારા સુધીના બીજા રાજાઓ પણ ગયા. પણ હે રાજા આ પૃથ્વી તેમાંના કોઈ સાથે નથી ગઈ પણ હવે તમારી સાથે જશે એમ ધારું છું.
આ કાવ્ય કાગળમાં લખીને તે મારાઓના હાથમાં રાજાને આપવા માટે આપો.૯૭ તે જોઇને રાજાના મનમાં અતિ ખેદ થયો, અને તેણે આંસુઓ પાડતાં ભૃણહત્યા (બાળહત્યા કરનાર તરીકે પિતાની નિદા કરી પછી તેઓ (મારા) મારફત બહુમાન સાથે ભોજને તેડાવી લઈ તેનું યુવરાજ પદવી આપીને સન્માન કર્યું. આ વખતે તિલગ દેશના રાજા શ્રી તૈલિપે સૈન્ય મેકલીને મુંજને દબાવ્યો. ત્યારે રોગથી પીડાતા અમાત્ય રૂદ્રાદિત્યે ના કહ્યા છતાં તેની સામે મુંજ ચડ્યોત્યારે રૂદ્રાદિત્યે કહ્યું કે “તમારે ગોદાવરી નદીની હદ રાખવી એ નદી ઓળંગીને આગળ ન જવું.”૮૮ આ રીતે સોગન આપીને વાર્યા છતાં “તેને પહેલાં છ વાર
૯૬ ૩૬ જાતનાં આયુધો તથા ૭૨ જાતની કળાઓનાં નામ રત્નમંદિર ગણિએ આપ્યાં છે. શુભ લક્ષણોનું વર્ણન કલ્પસૂત્ર સુખ ધિક્કામાં છે.
૯૭ ભોજને મારવા માટે મારાઓને આપ્યો કે તેઓએ જ ભેજને જીવતે રાખે એ રીતે ઉપર વર્ણન છે. પણ બલવાલના ભેજ પ્રબંધમાં તથા રત્નમંદિર ગણિના ભેજ પ્રબંધમાં બંગાળાના રાજા વત્સરાજ ને ભેજને મારી નાખવાને હુકમ કર્યો, અને તેણે સંતાડી રાખ્યા વગેરે વધારે વિસ્તારવાળી કથા છે.
૯૮ મુંજને ગેદાવરી ન ઓળંગવાનું રૂદ્રાદિત્યે કહ્યાનું મશીલે પણ કહ્યું છે (જુઓ મૂળ પૃ. ૩૩ કિ. ૪) રત્નમંદિરગણિએ એ નથી કહ્યું પણ અપશુકને થયાં એમ કહ્યું છે.
બલાલે તો મુંજ કેદ પકડાયાની તથા ત્યાં મારવાની વાત જ નથી આપી, પણ મુંજ ભેજને ગાદી ઉપર બેસારી તપોવનમાં ગયો એમ જ લખ્યું છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org