________________
૪૭
વનરાજાદિ ચાપોત્કટ વંશ નાથે ઉપદેશ આપે તથા પિતે મંડલી નગરમાં પધાર્યા, અને તે રાજાએ ત્યાં મૂલેશ્વરનું મંદિર કરાવ્યું.૮૦ અને તેનાં દર્શન કરવાના ઉત્સાહથી હમેશાં જતા મૂળરાજને તેની ભક્તિથી સંતુષ્ટ થયેલા શ્રી સોમેશ્વરે “હું સમુદ્ર સાથે તારા શહેરમાં આવીશ” એમ કહીને શ્રીઅણહિલપુરમાં પિતાનું સ્વરૂપ પ્રગટ કર્યું, અને શિવ સાથે સાગર પણ આવેલો હોવાથી પાટણનાં બધાં જલાશનાં પાણી ખારાં થઈ ગયાં. રાજાએ ત્યાં (પાટણમાં આવેલા સોમેશ્વર માટે ) ૮૧ત્રિપુરૂષપ્રાસાદ નામનું મંદિર કરાવ્યું. પછી એ મંદિર માટે યોગ્ય તપસ્વી પુજારી (ચિન્તાયક-મઠપતિ પેઠે મંદિરનો સર્વાધિકારી) ની શોધ કરતાં સરસ્વતી નદીને કાંઠે એકાંતરા ઉપવાસ કરી પારણામાં કઈ ને કહ્યા વગર ભિક્ષામાં જે મળી જાય તેના પાંચ ગ્રાસ (કાળીઆ) લેવા, એ નિયમ પાળનાર કંથડી નામના તપસ્વીની વાત સાંભળી. એટલે તેને નમસ્કાર કરવાના હેતુથી રાજા ત્યાં ગમે ત્યારે તેને એકાંતરા તાવની ટાઢ ચડેલી તે ટાઢને તેણે પોતાની કંથામાં મુકી, એ જોઈને રાજાએ પૂછયું કે
કથા ધ્રુજે છે કેમ ?” ત્યારે તેણે જવાબ આપ્યો કે “રાજા સાથે હું વાત કરી શકું એમ નહોતું. એટલે આ કન્યામાં જવરને મુક્યો છે. બ૮૨ આ સાંભળીને રાજાએ પૂછ્યું કે “જે આટલી બધી તમારામાં શક્તિ છે તે પછી તાવને તદ્દન કેમ રેકતા નથી ?” તપસ્વીએ જવાબ આપ્યો કે –
૭૯ દર સોમવારે સેમિનાથ જવાની અસંભવ જેવી વાત હયાશ્રય તથા કી. કે. માં નથી. ફક્ત સુકૃત સંકીર્તન (સ. ૨ શ્લો. ૩) માં તથા વસંતવિલાસ (સ. ૩
૬) માં છે.
૮૦ આ મંડલી ગામ વહેલાં કહેલ વઢીઆર પ્રદેશમાં જ આવ્યું છે અને એ મંડલી ગામમાં સ્થાપેલ મૂળનાથદેવને કઈ નામનું ગામ મૂળરાજે વિ. સં. ૧૦૪૩ માં આપ્યાના લેખવાળું દાનપત્ર મળ્યું છે (જુઓ I. A. Vol VIમાં બુલ્હરે છપાવેલાં ૧૧ તામ્રપત્રોમાં પહેલું.) માટે પાટણમાં એક જૈન મંદિર તથા એક શિવમન્દિર કરાવ્યાની તથા તે ઉપરાંત ત્રિપુરુષ પ્રાસાદ બંધાયાની મેરૂતુંગની વાત સાચી હોકે બેટી પણ આ મંડલી ગામમાં મૂલેશ્વરના મન્દિરની વાત ઐતિહાસિક હકીકત છે.
૮૧ સ. સ. માં તથા સુ. કી. ક. માં ત્રિ પુરુષ પ્રસાદ કે ત્રયીદેવગૃહ બંધાવ્યાની વાત છે (સ. ૨. લે. ૪ તથા . ૨૩)
૮૨ યોગ શક્તિથી આ રીતે કથા - ઓઢવાની ધાબળી કે ગોદડીમાં તાવ મુકયાની અને તે વ્રજવાની વાત ઘણુ તપસ્વીઓ વિષે ચાલે છે. મેં વર્ષો પહેલાં એક આધુનિક તપસ્વી વિષે આવી જ વાત સાંભળેલી, ત્યારે પ્ર. ચિં, નો આ વાત વાંચી નહોતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org