________________
૨૫
પ્રબંધ ચિંતામણી અને શું ભાવિ કોઈ દિવસ ફરે છે?” એવું મહર્ષિએ કહ્યું. અને “રૂઓ છો શા માટે ? કોણ ગયું? પરમાણુઓ તે અવિનાશી છે. અને અમુક જાતની આકૃતિને નાશ થયે એથી શોક થતા હોય તે એ મેહમાં તે પડવા જેવું નથી.
(૨૨) અભાવમાંથી ઉત્પન્ન થયેલા, માયાના વૈભવથી ફેલાયેલા અને જેનું છેવટ અભાવમાં જ છે એવા ભાવથી પુરૂષોને ભ્રમ થતું નથી.”
આ પ્રમાણેની ઉક્તિથી તથા યુકિતથી તેને બોધ આપી તે મહર્ષિ પિતાને ઠેકાણે ગયા. આ રીતે બધા પામ્યો હોવા છતાં તે મિથ્યાપણા (ટા ધર્મ)ના અંધકારથી ઢંકાયેલો હોવાથી ધારાના ઘેનપેઠે તેની અદેખાઈ વધી જવાથી શ્રીભદ્રબાહુના કેટલાક ભકતને અભિચારકર્મથી પીડા આપતો હતો તથા કેટલાકને મારી નાખતા હતા. આ વૃત્તાન્ત પોતાના અતિજ્ઞાનવડે તેઓ પાસેથી જાણી લઈને ઉપસર્ગહરપાસ નામનું સ્તોત્ર તેઓએ રચ્યું.
આ રીતે વરાહમિહિર પ્રબંધ પુરે થ.૨૪
૨૩ ધનુરો જેણે ખાધો હોય તેને ઘેન ચડીને બધું પીળું દેખાય છે એવી માન્યતા છે (જુઓ આજ ગ્રન્થનો પ્રકાશ બીજો પૃ. ૮૩) અહીં ધતુરો ખાનાર પેઠે વરાહ મિહિરને અદેખાઈ વધી જવાથી ભદ્રબાહુના શિષ્યો પોતાના દેશીઓ દેખાય અને તેઓને મારવા માટે અભિચાર (શઓને નાશ કરવા માટે વપરાતા માંત્રિક પ્રોગ) કર્મ કરે એમ કહેવાનો મતલબ જણાય છે.
૨૪ આ વરાહમિહિર નામના મહાન તિષી એતિહાસિક વ્યક્તિ છે. પણ અહીં એને વિષે જે દંતકથા આપી છે તે જૈન શ્રત પરંપરાની દંતકથા છે. અને એ પરંપરાના બીજા ગ્રંથોમાં મળે છે (જુઓ ઋષિમંડલ પ્રકરણવૃત્તિ ભાંડારકરને ઈ. સ. ૧૮૮૩-૮૪ ને રિપિટ પૃ. ૧૩-૧૩૨) એમાં વળી વરાહમિહિર પહેલાં જૈન હતું પણ ભદ્ર બાહુએ તેને સૂરીપદ ન આપ્યું માટે એ બ્રાહ્મણધમી થઈ ગયો એમ કહ્યું છે. છેવટ તેણે ભાગવતી દીક્ષા લીધી અને મર્યા પછી તેણે જેનલી ભૂત થઈને જૈન શ્રાવકોને હેરાન કરવા માંડયા, અને એ હેરાનગતી દૂર કરવા માટે ભદ્ર બાહુએ ઉપસર્ગહરસ્તોત્ર રચ્યું, આટલો ફેરફાર છે (જુઓ ટેનીના અં. ભાષાંતરની પ. ૨૧૫ ઉપરની ટિપ્પણ) આ સમગ્ર કથા બ્રાહ્મણધર્મની નિંદાના ઉદેશથી અને બ્રાહ્મણ વિદ્વાન કરતાં જનસાધુની શ્રેષ્ઠતા બતાવવાના ઉદેશથી રચાઈ છે એ દેખીતું છે: અલબત્ત ભાવિની અપ્રતિકાર્યતાનો ઉપદેશ એ સાથે શું છે ખરો. પણ ભદ્રબાહુ અને, વરાહમિહિરને ભાઈઓ કે સમકાલીન માણસ ગણવામાં કેટલો મોટે કાવ્યત્યયને દેષ આવે છે તે જોવા જેવું છે. જૈનશ્રત પરંપરા પ્રમાણે ઉપસર્ગહરસ્તોત્ર, કલ્પસૂત્ર અને આવશ્યક, દશવૈકાલિક વગેરે દશ શાસ્ત્રો ઉપર નિર્યુક્તિઓ ચનાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org