________________
પરચુરણ પ્રબળે
૨૪૩
સભામાં આવ્યા છે. એટલે એની સામે વસ્ત્ર રહિત થતાં મને શરમ લાગે છે. સ્ત્રીઓ સ્ત્રીઓની અંદર ગમે તેમ વર્તે છે.૧૯ ” એ જવાબ આપે. આ જાતની તે નાચનારીની કતર પ્રશંસાથી મનમાં ખુશી થઈને તેને રાજાએ આપેલાં બે વચ્ચે જગદેવે આપી દીધાં. પછી શ્રી પરમ રાજાની મહેરબાનીથી અમુક પ્રદેશનું રાજ્ય મળતાં શ્રી જગદેવને તેના ઉપાધ્યાય મળવા આવ્યા અને તેણે નીચેનું કાવ્ય ભેટ આપ્યું –
(૧૨) ચક્રવાકે કમળને પૂછયું કે “હે મિત્ર જ્યાં વસવાથી લાંબી રાત અમારે માટે ન રહે એ કોઈ પ્રદેશ પૃથ્વીમાં છે ?” ત્યારે તેણે જવાબ આપ્યો કે “ શ્રી જગદેવ સોનું દાનમાં આપી આપીને ચેડા દિવસમાં મેરૂ પર્વતને પણ પૂરી કરી દેશે ( અને મેરૂની આડચ નીકળી જવાથી ) એટલે સૂર્ય આથમશે જ નહિ અને દિવસ રાતનો ભેદ નીકળી જઈને એક સરખો દિવસ થશે.”
આ કાવ્યના પારિતોષિક તરીકે મેરા દિલ વાળા તેણે અર્થે લાખ આપ્યા.
(૧૩) જેને જમણો હાથ પૃથ્વીની રક્ષા કરવામાં કુશળ છે, જે દાન દેવાની દીક્ષા આપનાર ગુરૂ રૂપ છે, કલ્યાણનું ઘર છે, અને જેનો જન્મ ધન્ય છે એવા જગતમાં એક દાતા રૂપ જગદેવના વખતમાં વિદ્વાનને ઘેર
કરે મદઝર હાથીઓને તથા ઘોડાઓને બાંધવા યોગ્ય ઝાડ સાથે બાંધવાનાં દેરડાં તૈયાર કરવામાં કાયમ રોકાયેલા રહે છે.
(૧૪) હે જગદેવ તમારા જીવવાથી બલિ, કર્ણ, દધીચી જીવે છે અને મારા જીવવાથી દરિદ્રતા જીવતી રહે છે.
(૧૫) દરિદ્રોને ઉત્પન્ન કરતા વિધાતા, અને તેઓને દાન આપીને કૃતાર્થ કરતા તમે એ બેમાંથી કોને હાથ થાકશે તે અમે જાણતા નથી.
(૧૬) જગતના દેવ જેવા હે જગદેવ, તમારા મંદિર (મહેલ)માં રહેલા તમારા યશરૂપી શિવલિંગ ઉપર ચોખાનું સ્થાન નક્ષત્રો લીએ છે. (મતલબ કે તમારો યશ નક્ષત્રો સુધી ફેલાય છે).
(૧૭) સમુદ્ર અગાધ છે, પૃથ્વીરૂપ પાત્ર વિશાળ છે, આકાશ વિભુ છે, મેરૂ ઉચો છે, વિષ્ણુને મહિમા પ્રસિદ્ધ છે, જગદેવ વીર છે, કલ્પવૃક્ષ ઉદાર છે, ગંગા પવિત્ર છે અને ચન્દ્રમા અમૃતવર્ષ છે એમાં કાંઈ નવું નથી.
૧૯ પથ્વીરાજ રાસામાં જયચંદ્રની સભામાં પૃથ્વીરાજ વેશ પલટે કરીને આવે છે ત્યારે આવાજ કારણથી. કર્ણાટકી માથે ઓઢે છે એ રીતે વર્ણન છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org