________________
પ્રબંધ ચિંતામણિ કર્તાઓની) વિવિધ રચનાઓનું મંથન કરીને શ્રીમેરૂતુંગે આ ગ્રન્થની ગઇબધમાં રચના કરી છે.
સદ્દગુરૂઓના સંપ્રદાયપી રત્નાકરમાંથી પ્રબંધચિંતામણિ રૂપ (ગ્રન્થ) રત્નને ઉદ્ધાર કરવા ઈચ્છતા અને શ્રી ધર્મદેવે અનેકવાર કહેવાયેલાં ઈતિવૃત્તોથી સાહાય કરેલ છે.
ભારત જેવા રમણીય આ પ્રબંધચિંતામણિ નામના નવા પ્રન્થની પહેલી પ્રત ગણના અધિપતિ શ્રી ગુણચન્ટે તૈયાર કરી છે.૩ ૫
જૂની કથાઓ, વારંવાર સાંભળેલી હોવાથી, ડાહ્યા માણસોનાં મનને જોઈએ તેવાં પ્રસન્ન કરતી નથી, માટે નજીકના વખતમાં થઈ ગયેલા સપુરૂષોનાં વૃત્તાન્ત વડે આ પ્રબંધ ચિંતામણિ ગ્રન્થની રચના કરું છું. ૬
ડાહ્યા માણસોએ સુબુદ્ધિથી કહેલા જુદા જુદા પ્રબન્ધમાં જે કે અવશ્ય જુદાજુદા ભાવ હોય છે, પણ સારા સંપ્રદાયને અનુસરી રચેલા આ ગ્રન્થની બાબતમાં ચતુર માણસેએ ચર્ચા કરવામાં ન પડવું. ૭
૧ વિક્રમાક પ્રબંધ (૧) જે કે વિક્રમાકે રાજા (કાળક્રમમાં)* છેલ્લે છે, પણ શૌર્ય, ઉદારતા વગેરે ગુણેમાં પૃથ્વી ઉપર પહેલો (પ્રથમ પદને યોગ્ય) છે. શ્રોતાઓના કાનને આ વિક્રમ રાજાને પ્રબંધ અમૃતતુલ્ય લાગે છે માટે એ (પ્રબંધ કે પ્રબંધો) વિસ્તારયુકત હોવા છતાં, અહીં તેનો સંક્ષેપ કરીને પહેલાં તેને વિષેજ કાંઈક કહું છું.
એ પ્રબન્ધ નીચે પ્રમાણે છે૧ અવન્તીદેશમાં પ્રતિષ્ઠાન નામના નગરમાં અનુપમેય સાહસના
૩ આ લેકમાં ગણના અધિપતિ (પરા) શબ્દમાં શ્લેષ છે. પ્રબંધચિંતામણિને મહાભારત સાથે સરખાવ્યો એટલે એની પહેલી પ્રતના લેખક ગુણચન્દ્રને મહાભારતના લેખક ગણેશનું પદ આપ્યું. આ ગુણચંદ્ર પણ અમુક જૈનગણ-સમૂહ ગચ્છના નાયક હશે.
૪ મૂળમાં અત્યઃ શબ્દ છે તેને અંગ્રેજી ભાષાંતર કર્તા ટોનીએ of lowest rank એટલે અયજ જેવો અર્થ કર્યો છે. પણ મેરૂતુંગનું વિવક્ષિત તેણે અહીં આપેલી કથા જોતાં એવું નથી લાગતું. તે વિક્રમને રાજપુત્ર કહે છે માટે ભારતર્ષના પ્રાચીન રાજાઓમાં વિક્રમ છેલ્લા રાજા હતો એમ કહેવાનો આશય જણાય છે.
૫ અવતી દેશ એટલે હાલને માળવા, જેનું મુખ્ય શહેર પહેલાં ઉજજયની હતું. અવન્તી શબ્દ ઉજજયની ને માળવા બેયન વાચક છે. અહીં અવન્તીમાં સુપ્રતિષ્ઠાન નામની નગરી કહી છે તે ગડબડ જ કરી છે. સુપ્રતિષ્ઠાન કે પ્રતિષ્ઠાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org