________________
૨૦૪
પ્રબંધ ચિંતામણી ધોઈ નાખીને, તે આશ્ચર્ય જેવા આવેલી અપ્સરાઓએ “હું વરું હું વડું” એમ કહીને વરેલ તે દેવરૂપ થઈ ગયે.
(૩૩) હવે ધને માટે ભાટ થવું એ સારું છે, વ્યભિચારી થવું એ સારું છે, વેશ્યાના આચાર્ય થવું એ સારું, અતિશય અને દગાર કામ કરવામાં હુશીઆર થવું એ પણ સારું. પણ દાનના સમુદ્ર જે ઉદયનને પુત્ર દેવથી સ્વર્ગે જતાં પૃથ્વી ઉપર ડાહ્યા માણસે કઈ રીતે વિદ્વાન્ ન થાવું.
(૩૪) ત્રણ વર્ષે, ત્રણ માસે, ત્રણ પખવાડીએ કે ત્રણ દિવસે પણ અતિ ઉગ્ર પુણ્ય કે પાપનું, તે કરનાર અહિં જ ફળ ભેગવે છે.
૪૮ આ પૌરાણિક પ્રમાણને અનુસરતું બન્યું; તે ખરાબ રાજાને વયજલદેવ નામના પ્રતિહારે છરીથી મારી નાખ્યો. અને ધર્મસ્થાનને પડાવી નાખનાર તે પાપી નરકમાં હમેશાં કૃમિઓથી શરીર ખવાવાનું દુઃખ અનુભવવા અદશ્ય થઈ ગયા. સં. ૧૨૩૦ થી ત્રણ વર્ષ સુધી અજયદેવે રાજ્ય કર્યું. ૬૦
૪૯ સં. ૧૨૩૩ થી બે વર્ષ સુધી બાલમૂળરાજે (મૂળરાજ બીજાએ). રાજ્ય કર્યું. આની મા–પરમદિ રાજાની દીકરી નાઈકિ દેવીએ દીકરાને ખેાળામાં રાખી ગાડરારઘટ્ટ નામના ઘાટમાં લડાઈ કરીને તેના સત્વથી અકાળે આવેલા મેઘની સહાયથી ૭ રાજાને હરાવ્યું. ૨૧
૬૦ અજયદેવને રાજ્ય કાળ ઉપર આપે છે તેને તેના સમયના ઉત્કીર્ણ લેખો ટેકે આપે છે. પ્રબ ધોની એક વાકયતા તો છે જ.
૬૧ ઉપર જે મૂળરાજની માએ સ્લેચ્છ રાજાને હરાવ્યાનું કહ્યું છે તે વિ. સં. ૧૨૩૪ (ઇ. ૧૧૭૮ હિ. સપ૭૪)માં મહમદ ઘોરી સાથે થયેલી લડાઈમાં બન્યું હોવું જોઇએ. તવારીખ ઇ. ફિરસ્તામાં લખ્યું છે કે મહમુદ ઘેરી મુલતાન થઈ ગુજરાતના રેતાળ જંગલ તરફ ગયો. કુંવર ભીમદેવ મોટા લશ્કર સાથે સામે આવ્યો અને તેણે ખૂબ વિનાશ કરી મુસલમાનોને નસાડયા. (Brigg's Firishtah Vol. 1 p. 170.) શરીરતા કરતાં પ્રાચીનતર મહમદ ઉફતી અને મીનરાજ ઉસ-સીરાજ જેવા મુસલમાન તવારીખ લેખકોએ આ વસ્તુનો ઉલ્લેખ કર્યો છે. પણ તેઓ નરવર (અણહિલ પાટણ)ના રાજાનું નામ ભીમદેવ આપે છે. (જુઓ Eliott Vol. 11 p. 249 તથા Bombay Gazeteer. Early Gujrat p195 ઉપર જેકસનની ટિપ્પણું ૪) એ તેઓને ભ્રમ જણાય છે, એ મૂળરાજ (બીજો) જ હે જોઈએ.
મૂળરાજનાં આ પરાક્રમનું વર્ણન સુ. સં. (ા . ૪૬), વ.વિ. (૩-૩૪) સુ. કી. ક, (લો. ૭૦, ૭૧), કી, કે. (સ. ૨ . ૫૭)માં મળે છે તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org