________________
કુમારપાલ પ્રબંધ
૨૦૧ હું શક કરતે નથી પણ મારું જ સાત અંગવાળું આ રાજ્ય જ તજવા યોગ્ય છે. રાજપિંડના દોષથી દૂષિત હોવાથી મારું પાણી પણ જગદ્દગુરૂના શરીરને ન અડયું, એજ વાતનો શેક કરું છું.” આ પ્રમાણે પ્રભુના ગુણોને યાદ કરતાં કરતાં ઘણીવાર સુધી વિલાપ કર્યો. પછી શ્રીહેમાચા કહેલા દિવસે તેણે કહેલા વિધિ પ્રમાણે સમાધિદ્વારા મરણ પામી રાજા સ્વર્ગ ગયા. સં. ૧૧૯૯થી ૩૫ વર્ષ સુધી શ્રી કુમારપાલદેવે રાજય કર્યું.
૪૪ સં. ૧૨૩૦ ના વર્ષમાં શ્રી અજયદેવને રાજ્યાભિષેક થયો. આ રાજાએ પૂર્વજોનાં મંદિરોને નાશ કરવા માંડે; એટલે સીલ નામના એક ભાંડે ૫૫ રાજા આગળ ભવાઈ દેખાડતાં માયાથી બેટી ઇન્દ્રજાળ રચીને તેમાં પોતે ઊભાં કરેલાં પાંચ મન્દિર પુત્રોને આપીને તથા “મારી પછી તમારે
અતિશય ભક્તિવડે આ દેવનું આરાધન કરવું” એમ શિખામણ આપીને પિતે જયાં આખરની સ્થિતિમાં પડ્યો છે, ત્યાં તેના ન્હાના દીકરાએ તે મંદિરને ભાંગી નાખ્યું એમ સાંભળીને “અરે અજયદેવે પણ પિતાના પરલોક ગમન પછી તેનાં ધર્મસ્થાનોને નાશ કર્યો છે અને તું તે હજી હું જીવું છું ત્યાં જ મારાં ધર્મસ્થાનો નાશ કરે છે માટે તું તે અતિ અધમ છે !” એવા શબ્દો કહ્યા. તેના આ શબ્દથી શરમાઈને રાજાએ તે ખેટું કામ કરવાનું છેડી દીધું.
૪૫ પછી શ્રી અજયદેવે શ્રી કપર્દીમંત્રીને મહામાત્યનું પદ લેવા માટે ખૂબ આગ્રહ કર્યો ત્યારે “સવારે શકુને જોઈને એ અનુકૂળ હશે તે મહારાજને હુકમ માથે ચડાવીશ” એમ કહીને પશકુનગૃહમાં પદમંત્રી ગયે. ત્યાં દુર્ગાદેવી પાસે સાત પ્રકારનાં શકુન માગ્યાં, અને તે મળતાં તેની પુષ્પ અક્ષત વગેરેથી પૂજા કરી પોતાને કૃતકૃત્ય માનતે એ મંત્રી જ્યાં શહેરના દરવાજામાં પેઠે ત્યાં ઇશાનખૂણામાં મેટી ગર્જના કરતા આખલાને જોઈને મનમાં ખૂબ ખૂશી થતો ઘેર આવ્યા. જમ્યા પછી પવૃદ્ધ મારવાડી - ૫૫ પ્ર. ચિ.માં બે વખત આ સીલ કે સીવણ નામના કૈ તુકીની વાત આવે છે. બે ચ વખત નામ એક સરખું છે એથી એ વિશેષ નામ નહિ એમ લાગે છે. મૂળમાં તુ છે તેને અર્થે મેં ભાંડ કર્યો છે.
૫૧ શકુન જેવા માટે ખાસ સ્થાન-દુર્ગાદેવીનું મંદિર હોય એમ આ શબ્દ પરથી જણાય છે.
૫૭ આ મરૂદ્ધને સામિા કહ્યો છે. ચામિક એટલે દર પ્રહરે બદલાત પહેરીગર. પણ અહીં પ્રકરણને અનુસરી શકુન જોનાર જોષી અર્થ ટોની પિકે મેં પણ કર્યો છે. આગળ આવાજ પ્રસંગમાં મરૂવૃદ્ધને ચામાને બદલે હાનિ કહ્યો છે. (જુઓ મૂળ પૃ. ૧૬૨ પ્રસંગ પ૫).
Jāin Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org