________________
કુમારપાલ પ્રબંધ
૪૦ આનાક નામનો કમારપાલનો માસીને દીકરે જેને તેની સેવાના ગુણથી ખુશી થઈને રાજાએ સામો પદ આપ્યું હતું, છતાં જે પહેલાં પિઠેજ રાજાની સેવામાં રહેતો તે એક વખત બપોર વખતે મહેલમાં પલંગ ઉપર બેઠેલા રાજાની આગળ બેઠો હતો. ત્યાં એકાએક કેઈ નોકરને ત્યાં આવેલ જોઈને રાજાએ “આ કોણ છે ?” એમ પૂછતાં શ્રી આનાકે પોતાના નોકરને ઓળખીને, એણે એકેત કરવાથી બહાર નીકળીને (પોતાના કુટુંબની) કુશળતા પૂછી અને તેણે (આનાકને ઘેર કે પુત્ર જન્મ થયાની વધાઈ માગી. એ નોકરને બહુ સારું” એમ કહી રજા આપી સૂર્યના પ્રકાશથી જેમ કમળ ખીલી ઉઠે તેમ તે વાતથી જેનું મેટું ખીલી ઉઠયું છે એ તે આનાક પિતાને ઠેકાણે આવ્યો એટલે રાજાએ “એ શું હતું?” એમ પૂછ્યું. ત્યારે તેણે (વિવેકથી) મહારાજને ત્યાં પુત્ર જન્મ થયો એમ વિનતિ કરી એટલે રાજાએ મનમાં થોડો વિચાર કરીને તેને મદે કહ્યું કે “જેના જન્મના ખબર આપવા નોકર પ્રતિહારોથી અટક્યા વગર અહીં સુધી ચાલ્યો આવે, તેના પુણ્યરાશિના પ્રતાપે એ ગુર્જર દેશમાં રાજા થશે. પણ આ શહેરમાં કે આ ધવલ ગૃહમાં નહિ થાય. કારણ કે અહીંથી ઉઠાડયા પછી તમારી આગળ તેણે પુત્ર જન્મના ખબર આપ્યા. માટે આ શહેરને રાજા એ નહિ થાય.” એ પ્રમાણે વિચાર ચતુર્મુખ શ્રી કુમારપાલ દેવે નિર્ણય કરીને કહ્યું. એ પ્રમાણે લવણુપ્રસાદ (ના જન્મને પ્રબંધ પુરો થયા.
૪૧ (૨૮) પિતાને તાબે રહેલાં અઢારપ૧ કંડલો (દેશો)માં (જૈન ધર્મ ઉપર) આદરને લીધે, સર્વત્ર પ્રસરેલી પિતાની શક્તિથી ચૌદ વર્ષ સુધી મારિનું નિવારણ કરીને તથા કીર્તિ સ્તભ જેવાર ચૌદસો વિહારો બંધાવીને જૈન કુમારપાલ રાજાએ પોતાના પાપને ક્ષય કર્યો. - પા શ્લોકમાં કહેલા અઢાર દેશોનાં નામો જિનમંડન ગણિએ નીચે પ્રમાણે ગણું વ્યાં છે (જુએ મૂળ પૃ. ૧૫૫ ટિક) –(1) કર્ણાટ, (૨) ગૂર્જર, (૩) લાટ, (૪) સોરઠ (૫) કચ્છ (૬) સિધુ (૭) ઉચ્ચા (૮) ભંભેરી (૯) મરૂદેશ (10) માળવા (11) કોંકણ (૧૨) મહારાષ્ટ્ર (૧૩) કીર (૧૪) જાલંધર (પ) સપાદલક્ષ (૧૬) મેવાડ (૭) દીપ (૧૮) આભીર.
પર કુમારપાલે દસ વિહારો બંધાવ્યા હતા એમ મેરૂતુંગ અહીં કહે છે. તેણે જ ૧૫ માં પ્ર. માં ૧૪૪૦ કહેલ છે. (પૃ. ૧૮૨) કુમારપાલ પ્રતિબધમાં કહ્યું છે કે રાજાએ પહેલું તે પાટણમાં કુમાર વિહાર બંધાવ્યું. પછી ત્રિભુવન વિહાર બંધાવ્યું, આ ઉપસંત પાટણમાં જ બીજાં ચોવીશ મંદિર બંધાવ્યાં. (મોહ પરાજયમાં બત્રીશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org