________________
કુમારપાલ પ્રબંધ
૧૯૭
૩૭ એક વખત પૃથ્વીને ઋણમુક્ત કરવા માટે રોજાએ સુવર્ણસિદ્ધિની ઇચ્છા કરી અને શ્રીહેમચન્દ્રના ઉપદેશથી, તેના ગુરૂ (શ્રીદેવચન્દ્રાચાર્ય)ને શ્રી સંઘનું તથા રાજાનું વિનંતિપત્ર મોકલી બેલાવ્યા. હમેશાં તીવ્ર વ્રત કર્યા કરતા ગુરૂ સંઘનું કાંઈક મેટું કાર્ય હશે એમ માની વિધિ પ્રમાણે વિહાર કરતા કરતા રસ્તામાં કોઈની નજરે પડ્યા વગર પિતાની પાષધ શાળામાં આવી પહોંચ્યા. રાજા તે હજી સામે જવાની સામગ્રી તૈયાર કરતા હતા ત્યાં તેને શ્રીહેમાચાર્યે ખબર આપવાથી પૌષધ શાળામાં ગયા. પછી રાજા આદિ બધા શ્રાવકે સાથે શ્રીહેમાચાર્યું પણ ગુરૂને દ્વાદશાવર્ત વંદના કરી. વંદના પછી તેમને ઉપદેશ સાંભળ્યો. પછી ગુરૂએ “સંધનું શું કાર્ય છે?” એમ પૂછતાં સભાનું વિસર્જન કરી, પડદા પાછળ બેસી, શ્રી હેમચન્દ્ર તથા રાજાએ ગુરૂના પગમાં પડી સુવર્ણસિદ્ધિની યાચના કરી. શ્રી હેમચન્ટે કહ્યું કે “હું બાલક હતો ત્યારે લાકડાનો ભારે વેચનારી પાસેથી એક વેલ માગી લઈ તેને રસ તમારી સૂચના પ્રમાણે તાંબાના કટકાને ચોપડી તેને અગ્નિ લગાડતાં તે કટકે સોનાને થઈ ગયો હતો. એ વેલનાં નામ, લક્ષણો, ઠેકાણું વગેરે કહે.” આ પ્રમાણે હેમાચાર્યે કહ્યું કે ક્રોધના વેગથી હેમચંદ્રને દૂર ખસેડી
તું ગ્ય નથી, પહેલાં મગના પાણી જેવી (પચવામાં હલકી) વિદ્યા આપી હતી તેનાથી તને અજીર્ણ થયું, તો પછી આ લાડુ જેવી વિદ્યા મંદાગ્નિવાળા તને કેમ આપું?” આ પ્રમાણે તેને નિષેધ કરીને રાજાને કહ્યું કે
જગતને ઋણમુક્ત કરનારી સુવર્ણ ઉત્પન્ન કરવાની વિદ્યા તમને સિદ્ધ થાય એવું તમારું ભાગ્ય નથી. વળી મારિ (હિંસા)નું નિવારણ, જેનમૂર્તિઓની સ્થાપના વગેરે પુવડે તમને બેય લેક-આલોક અને પરલોક સિદ્ધ છે તે પછી વધારે શું ઇચ્છો છો?” એમ ઉપદેશ આપીને જેમ આવ્યા હતા તેમ વિહાર કરતા પાછા ગયા.
(એક વખત રાજાએ પોતાના પૂર્વજન્મને વૃત્તાન્ત પૂછો અને પ્રભુએ તે બધો કહ્યો.)૮
૩૮ એક વખત સપાદ લક્ષ ઉપર ચડાઈ માટે લશ્કર તૈયાર કરવામાં આવતાં શ્રીવાભટને અનુજ ચાહડ નામને મંત્રી દાનશરપણાને લીધે અયોગ્ય હોવા છતાં તેને ખૂબ શીખામણ આપીને રાજાએ સેનાપતિ બનાવ્યો. તેણે બે પ્રયાણ કર્યા પછી ઘણું માગણોને એકઠા થયેલા જોઈને તેજુરીના અધિકારી પાસેથી એકલાખ દ્રવ્યની માગણી કરી. રાજાની આજ્ઞાને અનુ
૪૮ કેસમાં મુકેલું વાક્ય ચાર પ્રતોમાં નહોતું એટલે સંદિગ્ધ પાઠ છે, પણ એ પ્રસંગ ચતુર્વિશતિ પ્રબંધમાં વર્ણવેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org