________________
૧૯૪
પ્રબંધ ચિંતામણી દુર્ગધ છુટી રહી છે, અને નાકની દાંડી ઢંકાવાથી ગણગણાટ કરી બોલે છે એ માથામાં ટાલવાળે આ હેમડ નામને સેવ (જૈન ગારજી) આવે છે.” આ પ્રકારની અતિશય નિંદાવાળું તેનું વચન સાંભળીને મનમાં ઉદ્દભવેલા ક્રોધથી ભરેલું તિરસ્કારયુક્ત નીચેનું વચન હેમાચાર્યે કહ્યું “અરે પંડિત ! વિશેષણ પહેલાં મુકવું જોઈએ એટલે શું તમે નથી ભણ્યા?” માટે હવેથી સેવડમડ એમ કહેવું. અને સેવકે (સાથે ચાલતા) એ ભાલાના પાછલા ભાગથી મારીને જવા દીધો. અને શ્રી કુમારપાલ રાજ્યના રાજ્યમાં શસ્ત્ર વગરને વધ પ્રચલિત હોવાથી તેની વૃત્તિ છવાઈ બંધ કરી. એ પછીથી તે વિપ્ર દાણાની ભીખ માગીને પેટ ભરત શ્રી હેમાચાર્યની પિષધશાળાની આગળ પડી રહે. અને આના વગેરે તપસ્વી રાજવીઓ યોગશાસ્ત્ર ભણતા હતા એ સાંભળીને પિત સરલ હેવાથી નીચેનું વચન બે –
(૨૪) કારણ વગર ભયંકર થઈ પડે એવા જે લેકાના મેઢામાંથી ગાધરૂપી પીડાકારક ઝેર નીકળ્યા કરતું તે જટાનાં અને ફણુનાં મંડલે ધારણ કરનારના મોઢામાંથી શ્રીગશાસ્ત્રરૂપી વચનામૃત નીકળે છે. - અમૃતની ધારા વર્ષનારાં તેનાં આ વચનથી જેને પહેલાંનો સંતાપ શાંત થઈ ગયો છે એવા તે હેમાચાર્યો વામરાશિને બમણું છવાઈ બાંધી આપવાની કૃપા કરી.
આ રીતે વામરાશિ પ્રબંધ પુરા થયે.૪૩ એક વખત સેરઠમાં રહેતા બે ચારણો જેઓ દૂહા વિદ્યામાં એક બીજાની હરિફાઈ કરતા હતા તેઓએ અંદર અંદર શરત કરીકે શ્રી હેમાચાર્ય જેના દુહાનું વ્યાખ્યાન કરે તેણે બીજાને તેના ખર્ચના પૈસા આપવા. આ ઠરાવ કરીને તેઓ શ્રી અણહિલપુરમાં આવ્યા, પછી શ્રીહેમાચાર્ય અંદર આવતાં એકે નીચેને દુહો કહ્યો –
(૨૫) એના મુખમાં લક્ષ્મી અને સરસ્વતી બેય સુભાગ્યે વસે છે, માટે જેના ઉપર એની નજર પડે છે તેઓ પંડિત થઈ જાય છે.
આમ કહીને તે પાસે ઉભો રહ્યો, ત્યાં શ્રીકુમારપાલ વિહારમાં આરતીના સમય પછી રાજા શ્રીહેમાચાર્યને પ્રણામ કરવા જરાવાર ઉભા રહ્યા અને આચાર્યું તેની પીઠ ઉપર હાથ મુકે ત્યાં અંદર પ્રવેશ કરીને બીજા ચારણે નીચેને દુહે કહ્યું –
(૨૬) હે હમાચાર્ય! તમારા હાથમાં આશ્ચર્યકારક રિદ્ધિ ભરી છે તેથી જેઓ (કુમારપાલ પેઠે) નીચું મે કરી તમને નમે છે તેને સર્વ સિદ્ધિ મળે છે.
૪૩ આ વામરાશિ પ્રબ ધ જિ. ગણિના કુ. પ્ર. માં પણ છે. (જુઓ પૃ. ૭૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org