________________
૧૯૨
પ્રબંધ ચિંતામણી ગયા પણ એ વખતે પ્રતિષ્ઠા મુહૂર્ત ચાલ્યું ગયું હતું. એથી તે અંદર જઈને આચાર્યના પગમાં પડીને પોતાને ઠપકે આપતાં આપતાં રેવા લાગે. આચાર્ય જોયું કે આ માણસનું દુઃખ બીજી કોઈ રીતે દૂર થઈ શકે એમ નથી એટલે મંદિરના રંગમંડપમાંથી બહાર નીકળી, નક્ષત્રો જોઈને પોતાના શભ મુહર્તનું નક્ષત્ર આકાશમાં ઉગેલું જોઈને તેને કહ્યું કે “જોષીએ ઘડી જોઈને જે મુહૂર્ત આપેલું તેમાં જે મૂર્તિઓની પ્રતિષ્ઠા કરી હોત તે તેનું ત્રણ વર્ષનું જ આયુષ્ય હતું. હાલમાં જે મુહૂર્ત છે તે મુહૂર્તમાં પ્રતિષ્ઠા કરવાથી તેનું આયુષ્ય લાંબું ચાલશે.” આ રીતે આચાર્યે કહ્યું. એટલે તે વખતે પ્રતિષ્ઠા કરાવી અને આચાર્ય કહ્યું હતું તેમજ થયું. આ પ્રમાણે અભક્ષ્યભક્ષણના પ્રાયશ્ચિત્તને પ્રબંધ પુરે થયે.
૨૮ મેં “ધન હરી લેવાથી પહેલાં એક ઉંદર મરી ગયો છે માટે તેનું પ્રાયશ્ચિત્ત આપે ” એ રીતે રાજાએ માગણી કરવાથી આચાર્યો તેના કલ્યાણ માટે તેના નામથી મૂષક વિહાર કરાવ્યો. વળી કઈ વેપારીની સ્ત્રી જેનાં નાત, નામ, ઠામ, સંબંધ કાંઈ જાણવામાં રહેતાં તેણે વાટમાં ત્રણ દિવસથી ભૂખ્યા રાજાને દહીં ભાત ખવરાવી તૃપ્ત કર્યો હતો; એની કૃતજ્ઞતાથી તેનું પુણ્ય વધે માટે શ્રી પાટણમાં કરંબવિહાર કરાવ્યો.
ર૮ એજ રીતે ચૂકાવિહાર આ પ્રમાણે થયા. સપાદલક્ષ દેશના એક અવિવેકી શેઠીઆએ માથું ઓળવા વખતે પિતાની પ્રિયાએ આપેલી જૂને હાથમાં લઈ, તે પીડા કરનાર જૂને તિરસ્કાર કરીને તેને હાથમાં ઘણા વખત સુધી ચાળી નાખીને મારી નાખી. એ વખતે પાસે રહેલા અમારિને અમલ કરાવનાર પળીએ તે ગૃહસ્થને અણહિલપુર પાટણ લઈ આવી રાજા પાસે ઉભે કર્યો. પછી આચાર્યની આજ્ઞાથી તેને દંડ તરીકે તેનું સર્વસ્વ લઈને ત્યાં જ મૂકાવિહાર કરાવ્યો.
આ રીતે ચૂકાવિહારપ્રબંધ પુરે થયેકર ૩૦ વળી ખંભાતમાં જયાં આચાર્યને દીક્ષા અપાઈ હતી તે સાલિગ વસહિ નામના અસામાન્ય મંદિરમાં, રત્નમયમૂર્તિઓ સાથે અનુપમ જીર્ણોદ્ધાર કરાવ્યા.
એ રીતે પ્રભુદીક્ષા વસહિકાના ઉદ્ધારને પ્રબંધ થયે.
૩૧ એક વખત શ્રી સોમેશ્વર પાટણમાં કુમારવિહાર નામના મંદિરમાં બહપતિ નામના તપસ્વીએ કાંઈક (જૈન ધર્મ વિરૂદ્ધ) અપરાધ કર્યો.
૪૨ ચૂકાવિહારની આ વાત જિ. ગણિના કુમારપાલ પ્રબંધમાં છે. (પુ. ૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org