________________
કુમારપાલ પ્રબંધ
૧૮૯ ખુશી થયેલા રાજાએ વિશ્વેશ્વરને પિતાની પાસે રાખવાની ઈચ્છા બતાવી.
(૨૦) કર્ણની ૩૮ માત્ર વાતે રહી, (કર્ણ જવાથી) કાશી શહેરમાં માણસની વસ્તી આછી થઈ ગઈ, અને પૂર્વ દિશા (કાશી)માં ૩૯હમ્મીરના ઘડાઓ હર્ષમાં આવીને હણહણી રહ્યા છે. એ સ્થિતિમાં સરસ્વતીને ભેટવાને આતુર સમુદ્ર સાથે પ્રીતિવાળાં પ્રભાસક્ષેત્ર તરફ આ મારું હૃદય ઉત્કંઠાવાળું થઈ ગયું છે.
એમ કહીને રાજાએ જેને સત્કાર કર્યો છે અને સૌએ જેની રજા લીધી છે એ તે કવિ પિતાને રૂચના સ્થાન તરફ ગયે.
૨૨ એક વખત શ્રી કુમારપાલ વિહારમાં રાજાએ બોલાવેલા શ્રી હેમાચાર્ય કપદના હાથને ટેકે લઈને જ્યાં પગથી ચડે છે ત્યાં નર્તકીના કમખાની દેરી ખાતી જેઈને શ્રી કપર્દીએ કહ્યું –
(૨૧) સુંદરીની કાંચળી સારા ભાગ્યના ઉદયને પામવા ઉતાવળ કરે છે.
આટલું બેલી જરા વાટ જોઈ ત્યાં શ્રી. હેમાચાર્યો નીચે પ્રમાણે ઉત્તરાર્ધ કહ્યું. વર્ણન ચારિત્રસુંદરગાણએ કર્યું છે તેમાં લખ્યું છે કે તેણે બે સમસ્યાઓ આપેલી એક ઉપરની વ્યારિદ્ધા અને બીજી કાળ. પહેલી કપદ મંત્રીએ પૂરી કરી અને બીજી રામચંદ્ર કવિએ. હેમચંદ્રની ગોવાળ કહીને પ્રશંસા કરતે ઉપર આપેલો ૧૮મો શ્લોક પ્ર. એ. (હે. સૂ. પ્ર.)માં મળે છે પણ તેમાં વિશ્વેશ્વરે નહિ પણ દેવબેધે કહ્યો એમ વર્ણન છે.
૩૮ આ કર્ણ તે કાશીનો રાજા હોવો જોઈએ એમ સંબંધ ઉપરથી લાગે છે. રા. દી. શાસ્ત્રીએ એમજ અર્થ કર્યો છે. એટલે ભીમ અને ભેજનો સમકાલીન ડાહલનો કર્ણ જ અહીં વિવક્ષિત છે. એ મરતાં કાશીની વસ્તી ઓછી થઈ ગઈ અને પિતાને ત્યાં રહેવાનું પ્રયોજન ન રહ્યું એમ કહેવા માગ્યું છે.
૩૯ આ હમીર કયાંને રાજા શાકંભરીને એટલે રણથંભોરને ચોહાણરાજ એમ ટોની કહે છે. પણ શાકંભરીનો હમ્મીર તો કુમારપાલ પછી સો કરતાં વધારે વર્ષ પછી વિ. સં. ૧૩૪૨ માં ગાદી ઉપર બેઠે હતે. (જુઓ ભારત કે પ્રાચીન રાજવંશ પ્ર. ભા. પૃ. ૨૯૬) અને હમ્મીર એટલે મુસલમાને એવો અર્થ હોય તે તેઓ પણ કુમારપાવ પછી વીસ બાવીસ વર્ષ પછી કાશી પિસ્યા છે. હરિહરિત એટલે શિવની દિશા-North east એમ ટેની કહે છે, પણ ઈંદ્રની દિશા અર્થાત પૂર્વ દિશા એ અર્થ વધારે સયુકિતક છે. રા. દી. શાસ્ત્રીએ એ શબ્દ છોડી દીધા છે અને કાશીમાં હમ્મીરનું રાજ્ય થયું એમ કહ્યું છે.
૪૦ કેટલો સત્કાર કર્યો એ વિષે જિ. ગણિ કહે છે કે કુમારપાલ રાજાએ પ્રસન્ન થઈને પાંચ લાખ દ્રમ્મ અને દશ ઘોડા આપ્યા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org