________________
૧૮૬
પ્રમ'ધ ચિંતામણી
પાસે પેાતાના મહેલ લુંટાવી દઈને શ્રી સુત્રત સ્વામીના મંદિરમાં મહાધ્વજ સાથે ધાને ચડાવીને, અતિશય હર્ષના આવેશમાં ત્યાંજ ખૂબ નાચવા માંડયું. છેવટ રાજાએ માગણી કરવાથી, આરતી લેતાં ઘેાડા દ્વારપાળને આપી દીધા, પછી જ્યારે રાજાએ તિલક કર્યું અને છર સામન્તા ચામર કરીને તથા પુષ્પવૃષ્ટિ વગેરેથી મદદ કરવામાં ઉભા રહ્યા ત્યારે આવેલા બન્દીજનને પાતાનું કંકણુ ઉતારીને આપી દીધું. હવે રાજાએ હાથ ઝાલીને બલાત્કારથી મંગલ દીવાવાળી આરતી ઉતરાવી. પછી શ્રી સુવ્રતસ્વામીનાં ચરણાને તથા ગુરૂનાં ચરણાને વ્હેલાં પ્રણામ કરીને ધર્મ અન્ધુને વંદના કરી. પછી રાજાને આરતી ઉતારવામાં ઉતાવળ કરવાનું કારણું પૂછ્યું. ત્યારે રાજાએ કહ્યું કે “જેમ જુગારી જુગારના રસના વેગમાં પેાતાનું માથું વગેરે પદાર્થો પણ હાડમાં મુકી દે છે; તેમ તમે પણ હવે કાઇએ માગણી કરી તેા ત્યાગના રસના વેગમાં તેને માથું પણ આપી દેશે. એમ ધારીને ( મેં ઉતાવળ કરાવી ) ” આ રીતે રાજાએ કહ્યું. ત્યાં તેના લોકેાત્તર ચરિત્રથી જેનું હૃદય હરાઇ ગયું છે એવા શ્રી હેમાચાર્યે પેાતાના મનુષ્યની સ્તુતિ ન કરવાના જન્મથી પાળેલા નિયમ ભૂલી જઇને કહ્યું :——
(૧૬) જ્યાં તમે ન હૈ। ત્યાં સત્ય યુગને પશુ શું કરવા ? અને જેમાં તમે હા તે શું કલિયુગ કહેવાય ? જો કલિયુગમાં તમારો જન્મ થયે! હાય તે। કલિજ ભલે રહ્યો; સત્ય યુગને શું કરવા છે ?
આ પ્રમાણે આત્રભટને અનુમેદન આપીને ગુરૂ અને રાજા આવ્યા હતા તેમ પાછા ગયા.
૧૯ હવે ત્યાં (પાટણમાં) ગુરૂ આવ્યા પછી શ્રી આ×ભટ અકસ્માત્ દેવીના દાષથી છેલ્લી સ્થિતિએ આવી જતાં, (છેલ્લી) રજા માગતા પત્ર આવવાથી તેજ વખતે, તે મહાત્મા (આમ્રભટ) મન્દિરના શિખર ઉપર નૃત્ય કરતા હતા ત્યાં તેના ઉપર મિથ્યા દૃષ્ટિવાળા (અજૈન)ની દેવીના દોષ લાગ્યા છે, એમ નક્કી કરીને રાતે યશશ્ચન્દ્ર નામના સાધુ સાથે આકાશ માર્ગે ઉડીને એક નિમેષમાં ભરૂચના પાદરમાં આવી પાચી, શ્રી હેમાચાર્ય પ્રભુએ સેન્ધવી૩ દેવીને પ્રસન્ન કરવા માટે કાયાત્સર્ગ (ઉભાં ઊભાં એક નતનું ધ્યાન ) કર્યાં પણ દેવીએ જીભ મ્હાર કાઢીને તિસ્કાર દર્શાવ્યા
મ
૩૩ ભરૂચમાં હાલમાં સૈન્યવી માતાનું મદિર છે; એ સ્થળેથી જૂની મૂર્તિ આ મળી છે. ઉપરનું વર્ણન જોતાં, હાલનું મંદિર નવું હશે પણ એ સ્થાન વિ. સ.ના ૧૪ મા શતક જેટલું તેા જૂનું છે જ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org