________________
૧૮૪
પ્રબંધ ચિંતામણી પિતાને ધન્ય માનનાર તે મંત્રીએ છેવટની આરાધના માટે કઈ સાધુની શોધ કરવા માંડી. એ કઈ સાધુ ન મળવાથી (પાસેનાં માણસેએ) કોઈ પણ વંઠ (ભાંડ )ને સાધુને વષ પહેરાવી મત્રી આગળ ઉભે રાખે. એટલે તેના ચરણ કપાળે અડાડીને તથા તેની આગળ દશ પ્રકારની આરાધના કરીને શ્રીઉદયને પરલોકમાં ગતિ કરી. અને ચંદનતરની નજીક રહેલા ક્ષદ લાકડામાં જેમ તેની સુગંધ બેસી જાય તેમ વંઠ ઉપર તે (ઉદયન)ની વાસનાની સુગંધ લાગવાથી તેણે અનશન વ્રત લઈને (અન્ન ત્યાગ કરીને ) ગિરનારમાં પોતાનો દેહ પાડી નાખ્યા. ૨૯
૧૭ પછી અણહિલપુર આવેલા તે સ્વજનેએ વાલ્મટ અને આમ્રભટને તે વૃત્તાન્ત જણાવ્યું, એટલે તેઓએ તેજ નિયમ લઈને જીર્ણોદ્ધારને આરંભ કર્યો. બે વર્ષે શ્રીશેત્રુંજા ઉપરનું મંદિર પૂરું થયું ત્યારે ત્યાંથી આવેલા ખાસ માણસે આપેલી વધામણી વચાતી હતી ત્યાં તે બીજા માણસે આવી મંદિરમાં ફાટ પડયાના ખબર આપ્યા. એ તપાવેલા જસત જેવી વાણી સાંભળીને શ્રી કુમારપાલ રાજાની રજા લઈને મહં. શ્રી કપર્દીને શ્રીકરણ મદ્રાનો અધિકાર સંપીને ચાર હજાર ઘેડા (ઘોડેસ્વારો) સાથે શ્રીશેત્રુંજાની તળેટીમાં પિચી ત્યાં પિતાના નામથી વાગભટપુર વસાવ્યું. પછી પ્રદક્ષિણા ફરવાની ગલીવાળા મંદિરમાં, એ ગલીમાં પેઠેલો વાયુ બહાર ન નીકળી શકવાથી મંદિરની દિવાલમાં ફાટ પડે છે એમ ત્યાંના કારીગરોએ નક્કી કરીને કહ્યું. હવે પ્રદક્ષિણ માટેની ગલી રાખ્યા વગર મંદિર બાંધી વાથી માણસ નિર્વશ જાય છે એવી માન્યતા છેવાથી વંશ ન રહે તે ભલે ન રહે પણ શ્રી ભરત વગેરે પહેલાંના જીર્ણોદ્ધાર કરનારાઓની પતિમાં પિતાનું નામ રહેશે એવું તે મંત્રીએ દીર્ધદષ્ટિવાળી
બુદ્ધિવડે વિચારીને પ્રદક્ષિણાની ગલીની ભીંત અને મુખ્ય ભીંતની વચ્ચેના ગાળાને પથરાઓથી પૂરાવી દઈને ત્રણ વર્ષ પૂરા થયેલા મંદિર
ર૯ ઉદયન સોરઠમાં ગયેલો અને ત્યાં તેને શેત્રજાના મન્દિરનો જીર્ણોદ્ધાર કરવાને વિચાર થયો અને છેવટ તેના પુત્ર વાહડે જીર્ણોદ્ધાર કર્યો વગેરે પ્રસંગ પ્ર. ચ.માં પણ છે. ત્યાં સેરઠના રાજાનું નામ નવઘણું લખ્યું છે. એ નવઘણે આઘ રાજા (જયસિહ )ને વારંવાર ત્રાસ આપેલ એમ પ્ર. ચ. કહે છે.
( જુઓ હે. સૂ. પ્ર. શ્લો. ૪૨૯, ૪૩૦). - ૩૦ શ્રીકરણ મુદ્રા શબ્દને પ્રધાનપદની સીલ (Seal) જેવો અર્થ લાગે છે. ઉત્કીર્ણ લેખમાં પણ એ શબ્દો મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org