________________
સિદ્ધરાજ પ્રાધ
૧૬૧
કરતા નથી. શું એટલા માટે હે ધરાનાથ (રાજા) તમે ધારાનાય (માળવાના રાજા)ને દૂર કર્યાં ?
(૪૯) હૈ સરસ્વતી ! માન છેાડી દે, હે ગંગા ! તારા સૌભાગ્યની વિશેષતા મુકી દે, હૈ યમુના! તારી વાંકી શાભા નકામી છે, અને હું રેવા ! તારા વેગ(ના ગર્વ) તજી દે. કારણુ · શ્રીસિદ્ધરાજની તરવારથી ફાટેલી શત્રુએની કાંધમાંથી ઉછળતા લાહીના પ્રવાહથી બનેલી નદીરૂપી નવી સ્ત્રીમાં સમુદ્ર ( હાલમાં ) આસક્ત થયા છે.
(૫૦) હૈ વિજયી સિંહૃદેવરાજ! ખરેખર, તારા પ્રયાણુના ઉત્સવ વખતે જળાશયેા સુકાઇ જવાથી માછલીએ વે છે, વીરાએ કરેલાં ત્રણા ઉપર બેસવાનું મળશે એ આશાથી હાથીએાના ગંડસ્થળ ઉપર ખેડેલી માંખીએ હસે છે અને શ્વેતપેાતાના પતિના વિનાશના સમય પાસે આવ્યા છે એમ વિચારીને ચિન્તાતુર રહેતી શત્રુઓની ઓએ ગમગીનીમાં ડુબી ગઇ છે.
(૫૧) આનાક રાજા નમી ગયા તા એને સપાદલક્ષદ્દેશ ખીજા લાખા (દ્રવ્ય) સાથે આપી દીધા; અને શાવર્ષાં શત્રુ અભિમાનમાં રહ્યો તે એને માલવ (દેશ અથવા લક્ષ્મીને અંશ) પશુ હૈ સિદ્ધરાજ, તેં સહન ન કર્યા– રહેવા ન દીધા.
આ વગેરે તેની શ્રેણી જાતની સ્તુતિ તથા પ્રબંધો છે.
સંવત્ ૧૧૫૦થી શ્રી સિદ્ધરાજ શ્રી જયસિંહદેવે ૪૮ વર્ષ રાજ્ય કર્યું. ચ્યા પ્રમાણે મેરૂતુ ગાચાર્યે રચેલ પ્રબંધ ચિંતામણિના શ્રીકણ અને શ્રી સિદ્ધરાજનાં વિવિધચરિત્ર અને અનેક પરાક્રમાનાં વર્ણનના ત્રીજો પ્રકાશ પુરા થયા. પરિશિષ્ટ છે.
સિદ્ધરાજના રાજ્યકાળનાં જે વર્ષોં પ્ર.—ચિમાં આપ્યાં છે. તેજ વિચારશ્રેણીમાં તથા ખીજા ગ્રન્થામાં આપ્યાં છે. અને તેને ખાટાં માનવાનું કારણ દેખાતું નથી. સિધ્ધરાજ ગાદીએ બેઠો ત્યારે માટી ઉમ્મરના નહિ હાય; પણ પ્ર-ચિ. કહે છે તેમ છેક ત્રણ વર્ષનેયે નહિ હાય.
સિદ્ધરાજના વૃત્તાન્તમાં ચણા વેચનાર વાણીઆના પ્રાધ, વારાહી મુચ પ્રબંધ વગેરે પ્રશ્ના સિદ્ધરાજની લોકપ્રિયતાની સૂચક દંતકથા છે. પણ એનાં માટાં કામેામાં સારડના, માળવાના તથા ર્બેરના જય એ મુખ્ય લાગે છે. ચાલુક્ય ઉત્કીર્ણ લેખામાં અવન્તીનાથ અને બર્બરકજિષ્ણુ એ સિદ્ધરાજનાં મુખ્ય બિરૂદો છે. તેમાં અવન્તીનાથતા માળવાને જીતીને
૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org