________________
લેજ અને ભીમના પ્રબ
૯૭ ૩૧ એક વખત ભોજરાજા પિતાના દેશના (માળવાના) પડિતોનાં વખાણ કરતા હતા, અને ગુજરાતની અવિદગ્ધતા માટે નિન્દા કરતા હતા ત્યારે ગુજરાતના સ્થાનપુરૂષે કહ્યું કે “અમારા દેશના બાલગે પાળ સાથે તમારા દેશને કેાઈ માટે પંડિત પણ ન સરખાવી શકાય.” પછી આ વૃત્તાન્ત શ્રી ભીમરાજાને જણાવવામાં આવ્યું. એટલે તેણે ગોવાળને વેષ ધારણ કરેલા પંડિતને તથા એક વેશ્યાને મોકલ્યાં. પછી સવારમાં રાજા પાસે ગવાળને લઈ ગયા; ત્યારે ભોજ રાજાએ “કાંઈક બેલો” એમ કહ્યું અને તેણે કહ્યું “હે સરસ્વતી કંઠાભરણ ગોપ!
(૮૨) હે ભોજ! (તમારા) કંઠનું આ ઘરેણું કેવું લાગે છે તે કહે. તમારી છાતીમાં લક્ષ્મી છે અને તમારા મુખમાં સરસ્વતી છે તેને આ (ધરેણું) શું સીમાડે છે?
તેની આ ઉક્તિથી વિસ્મય પામેલા રાજાએ સુંદર વેષ ધારણ કરેલી વેશ્યાને પૂરી ભરાયેલી સભામાં સામે ઉભેલી જોઈને “અહીં કેમ?” એ પ્રમાણે સંબંધ વગર પૂછયું, ત્યારે પિતાની જાત (સ્ત્રી જાત) ઉપરના પક્ષપાતથી કેમ જાણે સરસ્વતીએ તેને કૃપાપાત્ર બનાવી હોય તેમ બુદ્ધિના ભંડાર રૂ૫ અને શરીર ધારી પ્રતિભા હોય તેવી તે વેશ્યાએ રાજાના ગંભીર વચનનું પણ તત્વ સમજી લઈને પૂછે છે માટે ” એ પ્રમાણે જવાબ આપે. આ રીતનાં તેનાં યોગ્ય વચનથી જેનું મોઢું પહેલું થઈ ગયું છે એવા ભોજે ત્રણ લાખ તેને અપાવવા માંડ્યા. પણ શું વાત થઈ એ ન સમજેલો હોવાથી કોષાધ્યક્ષ, રાજાએ ત્રણ વખત કહ્યા છતાં, જ્યારે દ્રવ્ય ન આપ્યું ત્યારે રાજાએ ખુલાસો કર્યો કે “દેશની સગવડ એટલી જ હોવાથી તથા સ્વભાવની કૃપણુતાથી આને ત્રણ લાખ અપાય છે; ઉદારતાથી આપીએ તે તે સામ્રાજ્ય આપીએ તેય ઓછુંજ પડે” ત્યારે બધા સભાસદોએ રાજાના તથા તે વેશ્યાના વચને વચ્ચે શું સંબંધ છે એ પૂછ્યું; એટલે રાજાએ કહ્યું કે “આના આંખના ખૂણાની આંજણની રેખા છેક કાનના છેડા સુધી પિચે છે એ જોઈને મેં “અહીં કેમ? (કાન પાસે આંખ કેમ) એ રીતે પૂછ્યું ત્યારે આણે પ્રાકૃત ભાષાના નિયમને અનુસરી બહુવચનમાં જવાબ આપે કે “પૂછે છે માટે” અર્થાત કાન પાસે આંજણની રેખાના બહાનાથી જઇને આંખો પૂછે છે કે જે ભેજ વિષે કાનોએ સાંભળ્યું હતું તે જ
૪૯ અહીં સ્થાન પુરૂષ શબ્દને સાલ્પિવિગ્રહિક પહેલાં જે અર્થમાં વાપર્યો હતો તે એલચી જેવા અર્થમાં મેરૂતુંગે વાપર્યો છે. અન્યત્ર તેણે જ જાસુસના અર્થમાં એ શબ્દને વાપર્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org