________________
માટે તથા તેમાં જૈનધર્મ તરફ રાગ અને જૈનેતર-બ્રાહ્મણ ધર્મ તરફ ષનો પ્રચાર કરવા માટે લખાય છે. અને એ કારણથી અતિશયોક્તિવાળી, ચમત્કારવાળી તથા બ્રાહ્મણધર્મના દ્વેષથી પ્રેરાયેલી ઘણી વાતો પ્ર, ચિં. માં મળે છે. અલબત્ત એ કાળે બ્રાહ્મણધમ અને જેનો વચ્ચે તથા જૈનધર્મના જ શ્વેતાંબર તથા દિગબર સંપ્રદાયો વચ્ચે પુષ્કળ ઝઘડા થતા હશે. આવી મેંટેની ગાળાગાળીમાં જેનોની બ્રાહ્મણધમોએ કઈ કઈ બાબતમાં નિન્દા કરતા હશે અને બ્રાહ્મણધમની જનો કઈ કઈ બાબતમાં નિન્દા કરતા હશે તે પ્ર. ચિં. માંથી બરાબર જોવાનું મળે છે.
સામાન્ય રીતે આવા ગુણદોષવાળો હોવા છતાં ગુજરાતના ઇતિહાસના સાધન તરીકે આ ગ્રન્થ એની પહેલાના કે પાછળના કેઈ પણ એક ગ્રંથ કરતાં વધારે મૂલ્યવાન છે, એમાં સંદેહ નથી. અને એ ઉપરાંત લોકકથા તરીકે પણ એમાં આપેલી કથાઓ મનોરંજક છે એટલું જ નહિ પણ એ વખતના લેકમાનસનું–એ માનસના વહેમ, અલ્પદર્શિતા, અજ્ઞાન વગેરેનું સારું પ્રતિબિંબ એમાં પડેલું દેખાય છે.
વિક્રમાદિત્ય, સાતવાહન, વનરાજ, મૂળરાજ, મુંજ, ભોજ, સિદ્ધરાજ, કુમારપાલ, હેમચન્દ્ર, વસ્તુપાલ તેજપાલ વગેરેનાં આ પ્રબંધચિંતામણિમાં આપેલાં વૃત્તાંતમાંથી જેટલાં ઇતર પ્રબંધોમાં મળે છે તેનું તુલનાત્મક સૂચન અને બીજો એતિહાસિક સાધનોની કટીથી તપાસતાં એ વૃત્તાતેમાંથી કેટલો અંશ એતિહાસિક જણાય છે અને કેટલો દંતકથા રૂપ જ છે એ બે ય બાબતને વિચાર મોટી નાની પાદટિપ્પણીઓમાં તથા પરિશિષ્ટમાં કર્યો છે, એટલે અહીં એ વિષયને સ્પર્શવાની જરૂર નથી રહેતી.
પ્રબંધચિંતામણિનું આ ભાષાન્તર તૈયાર કરવામાં મને સૌથી વધારે મહેનત આ એતિહાસિક ટિપ્પણીઓ તથા પરિશિષ્ટએ આપી છે, છતાં જોઈએ તેવી સંપૂર્ણતા એમાં લાવી શકયો નથી. કવચિત્ શરતચૂક પણ થઈ હશે.
પ્ર. ચિં. નું ભાષાનેતર પહેલાં શાસ્ત્રી રામચંદ્ર દીનાનાથે બહાર પાડયું હતું. એ ભાષાન્તરનું લક્ષ્ય મૂળની કથા બહારથી સુધારાવધારા કરીને પણ
૧ રાજતરંગિણીની તેલે તો પ્ર. ચિં. વગેરે કોઈ ગ્રન્થ ન આવે, પણ એને બાદ કરતાં એ મધ્યકાળના સાડા પાંચ વર્ષ જેટલા લાંબા ગાળાને દતિહાસ ઉકેલવામાં ઉપગનું પ્ર. ચિં. જેવું કંઈ પણ પુસ્તક હિંદુસ્તાનના બીજા પ્રાંતમાં મળ્યું હોય એવું મારા જાણવામાં નથી. રાજપૂતાનામાં ખ્યા છે, તે પ્ર. ચિં. પછી ઘણે વખતે લખાયેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org