SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ રવ. ભાઈ દુર્લભજી સ્થળઃ અત્ર, તત્ર, સર્વત્ર તારા અચાનક અવસાને, આકસ્મિક વિયોગે, આ માનવદેહ અને માનવજીવનની ક્ષણિકતા અને સુલકતાને, નખશિખ રીતે, નશ્વર સાબિત કરી આપેલ છે, – અને જેથી દરેક જીવનમંડપ મૃત્યુની આગથી સળગી રહેલા દેખાયા છે. માતા-પિતાની શીતળ છાયા, આજ્ઞાંકિત અનુજો, આજ્ઞાંકિત પરિવાર, કલોલ કરતાં કુટુંબીજને, નેહ-પ્રતિભાવ ધરાવતા નેહી જનોને માટે સમુદાય, ક્ષણ ક્ષણની ચિંતા રાખતી આજ્ઞાંકિત અને આનંદિત ધર્મપત્ની, ધીકતો વેપાર, આવકનાં અનેરા સાધન, શૂન્યમાંથી સર્જન કરવાની અજબ કાર્ય શક્તિ, સંગેને અનુકૂળ કરવાની કુશળ કુનેહ બુદ્ધિ, કષ્ટ અને કડવાશના વિષપાન પચાવીને, સ્નેહામૃતમાં પલટાવીને અમૃતકુંભ બનાવવાની અનેરી કાર્યદક્ષતા, સાનુકૂળ સંજોગો, પગલે પગલે પ્રેમભાવની પ્રાપ્તિ, અને પગલે પગલે કરેલી પ્રેમ ભાવની પ્રભાવના, જ્યાં જ્યાં સહવાસ થયો ત્યાં ત્યાં અનેરી સુવાસ ફેલાવી છે. એ રીતે મહેકતું તારું માનવજીવન અવસાનની હવામાં ઓગળી ગયું. જીવનનાં બધાંય દશ્યો અદશ્ય બનતાં માનવજીવનની ક્ષણિકતા અને ક્ષુલ્લકતાના પ્રગટેલા ચિતારો સમજાવે છે કે મૃગજળ સમીપે દોડતાં, મૃગજળ કદી મળશે નહીં; એ ઝાંઝવાના જેર, જળ થઈને કદી વહેશે નહીં. આભાસ એહ અસત્ય છે. જે જળ નહી જળ દ૨ય છે. જૂઠી સવાઈ ઝંખના છે, તરસ ત્યાં ટળશે નહીં. જર જોબન કાયમ સ્થિર નથી, સરખી સ્થિતિહરરોજ નથી; તરુવરની છાયા માફક તે, ફરતી સ્થિતિમાં ફેર નથી. અહીં આવીને રહેનાર નથી, મરનાર કદી મળનાર નથી; એ પંથે જે પળનાર ફરી, અહીંની જ ફિકર કરનાર નથી. જ્યાં જળ નથી, જે કેવળ જળાભાસ છે, ત્યાં શીતળતા કેમ સંભવે? જે ઉષ્ણતુની ઉષ્ણુતાના ફક્ત આંદોલને છે. તેવા ઝાંઝવાથી તૃષાતુરની તૃષાની તૃપ્તિ થાય નહીં. ઝંખના અને ઝાંઝવા બંને આભાસરૂપ છે. વાસ્તવિક રીતે કાંઈ નથી. ફક્ત ભ્રમણા છે. એવા અનુપમ અંતરનાદે, અંતર દ્વાર ઊઘડે છે. સંસારની નશ્વરતા સમજાય છે. સંસારના અનંત પ્રવાસમાં, આ ભવ ફક્ત વિસામા રૂપ છે. વિસામાને વળગી પડાય નહીં. વળગી પડીએ તો પણ તેને તજીને અવશ્ય આગળ ચાલવાનું છે. પંથ ઘણે લાંબે છે. રોકાયા રહેવાતું નથી. ગતિ-હીન બનીને પડી રહેવું તે પણ વ્યાજબી નથી. તારા અવસાને આપેલી આ સાચી શિખામણ છે. રડવાથી શું વળે? રડવાથી અનંતને રીતે ગએલા પાછા આવતા નથી. મેળાપ મળતો નથી. તારું અવસાન સમજાવે છે કે જગત અવસાનથી ઊભરાયેલું છે. અને અવસાનમાંજ ઊભેલું છે. જ્યાં જ્યાં જન્મ, ત્યાં ત્યાં મૃત્યુ. જન્મ જીવનની શરૂઆત છે. મૃત્યુ જીવનને છેડે છે, એક છેડાને આદર અને બીજા છેડાને અનાદર કરો કેમ પાલવે ? આ બે છેડા વચ્ચેના જીવનને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004859
Book TitleJinendra Jivan Jyot Darshan
Original Sutra AuthorN/A
AuthorSawai Jadav Shah
PublisherShah Mulchand Vanmalidas and Shah Shantilal Nagardas Mumbai
Publication Year1985
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy