________________
[૨૨] શુભ દિને, શેઠ રવા ઠાકરશી શિહોરવાળાના શુભ હસ્તે ઘોઘાના શ્રી દલીચંદજી યતિશ્રીના શિષ્ય શ્રી સ્વરૂપચંદજી યતિશ્રીના સાન્નિધ્યમાં થયેલી છે.
શ્રી ધર્મનાથ ભગવાનના બિંબની પ્રથમ પ્રતિષ્ઠા માટેની બીજી નોંધ નીચે મુજબ મળે છેઃ
શ્રી ધર્મનાથ ભગવાનની પ્રતિષ્ઠ શાહ વસતા ઉમેદ અને સંઘરી રતનશી હાવાના શુભ હસ્તે થયેલી છે.”
આ નોંધ ઉપરથી શેઠ રવા ઠાકરશી અને વસ્તા ઉમે એક કુટુંબના સભ્યો હોવાનું જણાય છે. રવા ઠાકરશી તે વસ્તા ઉમેદના કુટુંબના પૂર્વ-પેઢીધરનું નામ હોય અને તેથી પ્રતિષ્ઠા-દિનના સ્વામીવાત્સલ્યમાં તે મેટા નામે નોતરા દેવાનું ઠરાવાયેલું હોય તેમ સમજાય છે. અને સંઘવી રતનશી હાવા તે શેઠ વસ્તા ઉમેદને અતિ નિકટના સગા હોવાનું માની શકાય છે.
થતાં ધર્મ કાર્યોમાં બીજા ભાઈઓના સમાવેશ માટે મેટા નામની જાહેરાત–પ્રથા અત્યારે પણ ચાલુ છે. - શ્રી ધર્મનાથ ભગવાનના મંદિરના શિખર કળશ (ઈડું) વળાના મહેતા કાળિદાસ મોતીચંદે ચડાવેલ છે. (હાલનું વલભીપુર તે વખતે વળી કહેવાતું) મૂળનાયક શ્રી ધર્મનાથની પલાંઠીના લેખમાં “શ્રી જિનેદ્રસૂરિજી તપાગચ્છ” લખેલું છે. તે અંજન શલાકા માટેનું ઉલેખ હોય તેમ લાગે છે. મૂળનાયક શ્રી ધર્મનાથ ભગવાનના બિંબ સિવાય અન્ય જિન–બિંબની પહેલી પ્રતિષ્ઠા માટેની કાંઈ નોંધ મળતી નથી.
શ્રી ધર્મનાથ ભગવાનના દેરાસરજીને પ્રથમ જીર્ણોધ્ધાર સંવત ૨૦૦૩માં થયેલ છે.
શ્રી ધર્મનાથ ભગવાનના દેરાસરજીના ગભારામાં ગાદી અને પાટડાના તથા શ્રી જિનબિંબેની દબાયેલી પોંઠી વિગેરે રહેલા દોષોના નિવારણ માટે, મૂળનાયક સહિત દરેક બિંબનું ઉથાપન કરીને, તે જિનબિંબોની બીજી પ્રતિષ્ઠા અને શ્રી શીતળનાથ ભગવાનના નૂતન દેરાસરજીના જિનબિંબની પ્રતિષ્ઠા બંને એકીસાથે વિક્રમ સં ૨૦૧૭ના મહાવદી -૫, તા-૬-૨-૧૯૬૧ ના શુભદિને, પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી વિજય લાવણ્ય સૂરીશ્વરજી મહારાજની શુભ નિશ્રામાં થયેલી છે.
ગામ રાશિ સાથે શ્રી શીતળનાથ ભગવાન આવતા હોઈને મૂળનાયક તરીકે શ્રી શીતળનાથ ભગવાનનું બિંબ પ્રતિષ્ઠિત કરવું જોઈએ, તે મુજબની તજજ્ઞની સૂચનાને અમલ કરવા જતાં, મૂળનાયક શ્રી ધર્મનાથ ભગવાનના બિંબને ક્યાં બિરાજમાન કરવું? તેવો પ્રશ્ન ઊભું થતાં, ગામ રાશિએ શ્રી શીતળનાથ ભગવાન આવતા હોઈને, શ્રી શીતળનાથ ભગવાનના બિંબને નવું મંદિર બનાવીને, મૂળનાયક તરીકે બિરાજમાન કરવાને નિર્ણય થતાં, શ્રી ધર્મનાથ ભગવાનના દેરાસરની હદમાં મૂળનાયક શ્રી શીતળનાથ ભગવાનનું નૂતન જિન-મંદિર બનાવીને, વેરાવળ નિવાસી શેઠ શ્રી ચત્રભૂજભાઈ ભગવાનદાસે શ્રી પચ્છેગામ સંઘને અર્પણ કરેલું છે.
એક જિનબિંબ ખંડેત થતાં તેના વિસર્જન પછી શ્રી ધર્મનાથ ભગવાનના મંદિરમાં આરસ પાષાણના કુલ સાત બિંબ હતાં, પણ તેનો સરખી રીતે ગભારામાં સમાવેશ નહીં થત હોવાથી તે જિનબિંબે પિકી શ્રી ચન્દ્રપ્રભુ સ્વામીને બે જિનબિંબ શ્રી શીતળનાથ ભગવાનના નૂતન મંદિરમાં બિરાજમાન કરેલાં છે. બાકી રહેલાં પાંચ જિનબિંબ શ્રી ધર્મનાથ ભગવાનના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org