________________
૬ : શ્રી જિનેન્દ્ર જીવન જીત દર્શન
ચોસઠ ઇન્દ્રો ઉપયોગ ધરી જિન જન્મ સમયને પામીને, હાર્ષિત સિંહાસનથી ઉઠી કરજોડી રહ્યાા શીર નાખીને..૪ સ્વર્ગે-વગે સુઘાષાના સુષિત ઘોષ કરે, જિન-જન્મ સમયના સકતે એકત્રિત સુર સમુદાય બને..૫ સૌધર્મેદ્રાદિ સુર–ગણો. ગુણાધીશના ગુણ-ગાન કરે, ભક્તિ ભરપુર ભરેલ દિલ સુર આવે છે જિન-માત ધરે...૬ સંભાળી કર-સંપુટ ગ્રહી રૂપ પાંચ ધરી સૌધર્મ પતી, આનંદિત પાંડુક વન આવે, મુખ બેલે જય જિન જગત્પતી...૭ ઉત્તમ તીર્થોદક લાવીને ઔષધ – ચુરણ મેળાવીને, અડજાતિ કંચન કળશોથી અભિષેક કરે પ્રભુના અંગે...૮ જિન જન્મ મહોત્સવ સરજીને દેવે આનંદે નાચે છે,
ત્યાં બળદ બનીને ઇંગથી સેહમ પ્રભુ અંગ પખાળે છે દેવો દિલરંજનના દ્રશ્યો પ્રભુ ભક્તિમાં પલટાવે છે, મન તનના તારો સાંધીને સુર સંગીતને સરજાવે છે...૧૦ સુર સુંદરી સુરલતા સરખી તન અંગ મરડ અભિનયથી, સરજે છે નૃત્ય કળા નવલી ગાયે છે ગીત લલિત લયથી ૧૧ સુરધીશ પ્રભુને સંભાળી માતાની પાસે મૂકે છે, ભુલોની માફી માંગીને જિનવરના ચરણે મૂકે છે..૧૨ અંગુઠે અમૃત વાહીને ધન-ધારાને વરસાવે છે, જિન ભક્તિ ભર્યા હૃદયે દેવો નંદીસર દ્વીપે આવે છે...૧૩ ઢોલક વાજીંત્રોની સાથે ભક્તિની ધુન મચાવે છે, રસરંગ સવાઈ રેલાવી સુર સુરાલય જાવે છે..૧૪
ગોત્ર અને વંશ સ્થાન ૩૭–૩૮
ભુજંગી છંદ કરી ભક્તિ સુર ગયા સ્વર્ગ ધામે, પ્રભુ તો પિતાના પુરા લાડ પામે, જનેતા પરિવારના પૂર્ણ પ્રેમે, રહે છે પ્રભુ તે પ્રતિદીન શેમે...૧ હતા યુગલિકે વિના વંશ ગોત્રો, પ્રભુ આછી જન્મે નહોતા સુસુત્રો, સુરેશ પ્રભુને દિધી ઈશુ સાંઠી પ્રભુને બન્યો વંશ ઈફવાકુ ત્યાંથી...૨ હરિવર્ષના યુગલીકે વહેલો હરીવંશ તેનાથી ચાલુ થએલો, શરૂઆતથી આજ સુધી રહેલા, જિનેશ બધા બે જ વંશે થએલા...૩ મુનીનાથ મુનિસુવ્રત સ્વામી સાથે પ્રભુ નેમજી ગૌતમી ગેત્ર છાજે, અને કાશ્યપી ગોત્ર બીજા જિનેન્દ્રો નામે નિત્ય ચરણ સુરેન્દ્રો નરેન્દ્રો....૪
૩૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org