________________
# એહ નમઃ શ્રી સતિ શત સ્થાન-નિર્દેશ-કાવ્ય
મંગલ સ્તુતી
-દોહાદેવગુરુ સદ ધર્મના ધુરંધર જે ધામ, અસિઆ ઉભા પાંચને પ્રેમ કરું પ્રણામ...૧ પાંચે તે પરમેશની એભા એકસે આઠ, અંતરને ઉજાળવા- પઠું મંત્રના પાઠ..૨ સેમ તિલક સૂરીશ્વરે પ્રકરણમાં પછાન, આપી છે આળેખીને સતિશત જિન–સ્થાન...૩ મૂળ પ્રમાણે મૂલવી અનુપમ તસ અનુવાદ, સૂરીશ રૂદ્ધિ સાગરે આપ્યો છે આબાદ..૪ રૂઝુ મુનિની રૂઝુતા સ્નેહ અને સહકાર, રવીન્દ્રસાગરથી રૂડા લાધ્યા રસ ભંડાર..૫ દ્રષ્ટિ કેણુ દરેકથી ઉત્તમ જિન ઈતિહાસ, સમજ્યા મુજબ સાંપડે ઉર દર્શન ઉજાસ...૬ સુંદર રીતે સમજવા આપીને ઉપયોગ, કાવ્ય વિષે કંડારીને સફળ કરું સંજોગ...૭
- પ્રકરણ–પ્રવેશ
ભવ-અને-ભવની ભયંકરતા ચાર ગતિ સંસારમાં જન્મ અને અવસાન, દેહ-દશાના બંધનો એ ભવ રોગ મહાન...૮ ત્રણ સ્થાવરના સાણસે સપડાએલા પ્રાણ, ત્રિવિધ તાપ વિટંબના, માટી ભવ મેકાણું...૯ ભવનું ભ્રમણ અનાદીનું પુંછ નહીં પકડાય, ચાલુ ભવના ચાકડે કરવટ બદલે કાય....૧૦ અતીત એહ ગણાય ના ભાખે છે ભગવંત, ગ્રંથિ ભેદ થયા પછી અંતે આવે અંત..૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org