________________
પૂજ્યપાદ સ્વ. આચાર્ય શ્રી વિજય મોતીપ્રભ સૂરિશ્વર મહારાજ સાહેબને
. – શ્રદ્ધાંજલિ –
શ્રી જિનેશ્વર પરમાત્માના શાસનમાં અનેક મહાપુરુષો થયા છે, થાય છે, અને થશે. તેમાંના એક મહાપુરુષ, પૂજ્ય. આચાર્ય શ્રી વિજય મેતીપ્રભ સૂરિશ્વર મહારાજ સાહેબ હતા.
સરલ દિલ, શાંત સ્વભાવ, ભદ્ર ભાવનાઓ, શુધ્ધ વ્રતપાસના અને નિર્મળ અધ્યવસાયોથી જેઓનું સંયન જીવન દોષના અંશ વગરનું અને શુદ્ધ સંયમ ધર્મથી અતિ સુવાસિત હતું. ગુરુ આજ્ઞા અને ગુરુભકિતના સદ લક્ષ્યને, ધ્રુવ તારક બનાવીને ઉચ્ચ કેટીના જ્ઞાન, ધ્યાન, તપ અને જપને આંતર પ્રકાશ વડે, મહાવ્રતના ધર્મ–માર્ગમાં સ્થિર બનીને, જેઓએ સુંદર સંયમ ધર્મની સમ્યક આરાધના કરી છે. શાસન પ્રભાવનાના અતિ સુગંધિત ધારચ્છવાસ વહાવીને જીવનને આત્મધર્મનો વિકસિત ફૂલ બાગ બનાવીને અનેક આત્મગુણ પુષ્પોની સુવાસને પ્રગટાવીને, છેવટે જીવનની સર્વસુવાસો શાસનને સમર્પિત કરીને, જેઓ ચિરશાંતિ-જીવન વિરામ પામ્યા છે.
સુગમ ઉપદેશ-શૈલીમાં, કર્ણ મધુર ભાષામાં બુલંદ અવાજે ગાજતી જેઓની વ્યાખ્યાન-વાણી શ્રોતાઓના તનમનને, શ્રી જિનપ્રણિત ઉપદેશના ધર્મરસથી રંજિત અને રસતરબોળ બનાવતી હતી. વાણીમાં વાત્સલ્ય, સ્મિતમાં સરકાર, સાન્નિધ્યમાં-શાંતિ, નયનોમાં નિરાંત, અંતરમાં આરિતકતા, મુખ મંડળમાં સૌમ્યતા અને જેઓના સમસ્ત દેહ-મંદિરમાં નૈષ્ઠિક બ્રહ્મતેજ પ્રકાશતું હતું. એ રીતે સૂરિશ્વરના આંતર બાહ્ય બંને શરીર ગુણ સરોવર બનીને સદ્દગુણ જળથી છલકાયેલાં હતાં. | મુનિ જીવનને શોભાવતો મનભાવ તે તેઓની આંતર્મુખ વૃત્તિને ગુણ સુચક અરીસો હતો. જે મનભાવને આરિસામાં શાંતિ અને સમભાવના સામટા પ્રતિબિંબ પથરાયેલાં રહેતાં. સાધુ જીવનની ચાદર ઝાટકીને, શોક, સંતાપ, અભિમાન અને મૂછ ભાવોની ખૂંચતી દરેક કાંકરીઓને દૂર કરીને, નિષ્કલંક રીતે પ૭ વર્ષોના દીર્ધા ચારિત્ર- પર્યાય પાળીને સં-૨૦૩૯ના કારતક સુ-૮ બુધ શ્રી ભાવનગર મુકામે, શ્રી ગોડીજી જૈન ઉપાશ્રયમાં, શિષ્ય ગણ, સાધુ ગણ અને ભકત ગણોના શોકમગ્ન સમુદાય મથે, આલેચનાનાં અંઘોળ વડે, અંતરને પવિત્ર બનાવીને, અંત સમયનાં સબળ આત્મસંગાથી એવા સમર્થ નવકાર મહામંત્રનું સ્મરણ કરીને અતિ સમતાપૂર્વક જેઓ સ્વર્ગવાસ પામ્યા હતાં
શ્રી ભાવનગર સંઘના ઉપક્રમે, દાદા સાહેબના વિશાળ પટાંગણમાં પૂજ્યશ્રીનું સ્મારક ગુરુમંદિર તૈયાર થઈ રહેલું છે.
સંયમ વર્મની સુંદરતમ આરાધના કરીને, નિજ જીવનને ધન્ય બનાવીને ધન્ય બનેલા તે મહાપુરુષની ભક્તિ નિમિતે, તે શ્રેષ્ટ સૂરિ-ડુંગવની સમગ્ર સ્મૃતિનેવિવિધ વંદની-કોટા-કેટ શ્રેણીઓ સાથે, આ શ્રદ્ધાંજલિ સમર્પિત કરું છું.
સવાઈલાલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org