________________
-ગુરુ-આભાર
પરમ પૂજય, પ્રાતઃ સ્મરણીય, આગમાદ્ધારક આચાય દેવ શ્રી આનંદ સાગર સૂરિશ્વર મહારાજ સાહેખના શિષ્ય, વિશિષ્ટ તપારાધક, પૂજ્ય શ્રી ચંદ્રસાગર સૂરિશ્વર મહારાજ સાહેબના શિષ્ય, માલવ દેશેાદ્ધારક, પૂજ્ય ઉપાધ્યાય શ્રી ધર્મ સાગરજી મહારાજ સાહેબના શિષ્ય, પૂજ્ય પન્યાસ પ્રવર શ્રી અભયસાગર ગણિવર કે જેઓ “પૃથ્વી ફરે છે” ના પાશ્ચિમાત્ય પ્રચારને પડકાર આપનાર “ચથાનામા તથા ગુણા” અણુગાર છે. પૂર્વભવની સદ્ધર્મ આરાધનાના યેાગે બાલ્યવયમાં સવિરતિ ભાગવતી પ્રવજ્યાને અગીકાર કરીને, અસ્ખલિત ચારિત્ર પ્રભાને ધારણ કરીને સાગરગચ્છમાં રત્નસમાનશે।ભી રહ્યા છે. અનેક શાસન પ્રભાવક કાર્યાં જેઓ દ્વારા હાલ થઈ રહ્યાં છે તે પૂજ્ય ગણિવર્ય શ્રી અભયસાગરજી મહારાજના બાળબ્રહ્મચારી, આત્માનઢી વિદ્વાન શિષ્ય રત્ન મુનિશ્રી રવીન્દ્રસાગરજીનું પુન્ય ચેાગે, સુસાન્નિધ્ય પ્રાપ્ત થતાં, તેઓશ્રી તરફથી મળેલ સમ્યક્ સાહિત્યના વાચનથી અને શુભ માઢનથી, શ્રી જિનેશ્વર દેવાના જીવન સ`બધી સ્થાનકાના (માલાના ) માહિતી-સંગ્રહ ભાઈ દુ ભજીના આત્મ શ્રેયાર્થે સંગ્રહીત કરવાની ઇચ્છા થતાં, તત્સ`ખંધી વીગતા, માદન અને પ્રેરણાના પૂરા પુરવઠા મુનિ શ્રી તરફથી પ્રાપ્ત થયેલા છે. પૂજ્ય મુનિશ્રીની પ્રશ્નોના જવા દેવાની સમાધાન શૈલી ઘણી શાંત અને રાચક હેાવાથી, આંતર આકષ ણે નિકટતા પ્રાપ્ત થતાં, તેઓશ્રીની સત્પ્રેરણાના પૂરકબળે આ પુસ્તક લખી શકાયું છે. તે આ પુસ્તકમાં જે કાંઈ સારુ હાય તે તેઓશ્રીને આભારી છે.
તપ ગચ્છાધિપતિ શ્રી સેામસુંદર સૂરિશ્વર મહારાજ સાહેબે વિક્રમ સ’વત ૧૩૮૭માં સાતિ શતસ્થાન ગ્રંથ રચેલા છે. જુદા જુદા ગ્રંથામાં ગુંથાએલા, શ્રી જિન-જીવનના, શ્રી જૈન દનના અને જૈન ઇતિહાસના ૧૭૦ સ્થાનકાના આ ગ્રંથમાં સમાવેશ કરીને, શ્રી જૈનદર્શનના અતિ લાંબા ગાળાના ઈતિહાસના લગભગ બધાય પાસાંઓના ઉલ્લેખ કરીને, સુંદર અને બેનમૂન ઇતિહાસગ્રંથનું સર્જન કરેલુ છે. તે ગ્રંથની સંસ્કૃત છાયા અને ગુજરાતી અનુવાદ આચાર્યશ્રી બુદ્ધિસાગરજી મહારાજના શિષ્ય આચાર્ય શ્રી રૂદ્ધિસાગરજી મહારાજે કરેલ છે. ઉક્ત ગ્રંથ શ્રી રવીન્દ્રસાગરજી મહારાજ તરફથી મળતાં, એ શ્રેષ્ઠ કૃતિના મૂળ આધારે અને ખીા વિવિધ જૈન સાહિત્યના આધારે, પૂજ્ય શ્રી રવીન્દ્રસાગરજી મહારાજની દોરવણી અને પ્રાત્સાહનથી આ પુસ્તક લખી શકાયું છે.
પાઠાંતર અને મતાંતરથી ઊભા થતાં પ્રશ્નોના સમાધાન આપીને, તેમજ તૂટતી માહિતીએ! અને ખૂટતી વિગત પૂરી પાડીને, લખાયેલા લખાણને ચીવટપૂર્વક તપાસીને, ક્ષતિઓ તથા અશુદ્ધિએનુ નિવારણ કરીને, મુનિશ્રીએ જે સહહ્દયતાપૂર્વકના પરિશ્રમ ઉઠાવેલ છે તે બદલ પૂજ્ય મુનિશ્રીના હું હૃદયપૂર્વક આભાર માનું છું.
Jain Education International
For Private & Personal Use Only
~~~સવાઈલાલ
www.jainelibrary.org