________________
ગુરુ-તુતિ
વસંતતિલકા વૃત્ત–
શ્રીમાનના સકળ ભેદ રહસ્ય પામી, રસ્તે ચડયા, અગમ ક્ષિતિજ દ્વાર ખોલી. વિશ્વાસના અતૂટ સમ્યક તાર સાંધી, ઇન્દ્રસ્થ ઈંગિત બધી ઈન્દ્રિય બનાવી ... ૧ સાધી સદારામ પ્રતિ અભિરૂચિ સાચી, ગર્વિષ્ટ ગ્રંથિ કરી દૂર દરેક કાચી. રચના રચી સ્વગુણ નેહ સ્વતંત્રતાની, જીવન વિષે મધુરતા ભરી છે મઝાની ... ૨
દહી
સાગર ગએ સંયમી, સાગર, સમ ગંભીર, ગાગરમાં સાગર ભર્યો, અનુપમ આગમનીર .૧ નામગરમ, તન સંયમી, નયને સમતા નીર; પંચમ પદને પગથિયે, ધારેલા વ્રત ધીર ..૨ નામ પ્રમાણે ની પન્યા, વિદ્યાના વિધાન; ઊજળી દિશા ઉરની, ઊજળું દિલ ઉદ્યાન ...૩ સમ્યક વ્રત-ઉપાસના, જ્ઞાન, ધ્યાન-અભ્યાસ આણું ધમેં આદર્યા, અટલ ઉર ઉલ્લાસ ...૪ દિવાકર બની દિલના, અટકાવ્યા અંધાર; ઝળક ઝળક ઝળકાવિ જીવનમાં ઝળકાર ...૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org