________________
૬૪ : શ્રી જિતેન્દ્ર જીવન જ્યાત દર્શન
શાશ્વત જિન-નામ
ઋષભ ચંદ્રાનન વંદન કીજે વારિષેણુ દુઃખ વારે જી વધમાન જિનવરવળી પ્રણમેા શાશ્વત નામ એ ચારે જી ભરતાદિક ક્ષેત્રે મળી હૈ।વે ચારનામ ચિત્ત ધારા જી તેણે ચારે એ શાશ્વત જિનવર નમિયે નિત્ય સવારે જી
(શાશ્વત જિન-સ્તુતિ પદ્મમ વિજય)
ઋષભ-ચંદ્રાનન, વારિષણ અને વમાન એ ચાર જિન-નામ શાતા છે. ઉત્કૃષ્ટ કાળે થએલા ૧૭૦ ભગવતા, સ’પ્રતિકાળે વિદ્યમાન ૨૦ ભગવંતા તથા પાંચ ભરત તથા પાંચ અરવત ક્ષેત્રે થયેલા અને થનારા અતીત વર્તમાન અને અનાગત ૩૦ ચાવીશીના ભગવંતાના નામેા તથા ચાર શાશ્ર્વત જિનનામે. એ દરેક જિન-નામેા જિન-ભગવડતાના નામ નિક્ષેપ હાવાથી પરમ માંગલિક નામેા છે. પ્રભુ નામ નિક્ષેપની ઉપાસનાથી અનામી પદ પ્રાપ્ત થાય છે. શ્રી જિન નામ રૂપ મત્ર એ પરમ મંત્ર છે કારણ કે જિનેશ્વર ભગવંતના સર્વાંનામેા અને સર્વનામીએ ‘નમેા આરિહંતાણં પદમાં પ્રથમ સમાવેશ પામીને છેવટે અનામી બનીને ‘નમેા સિધ્ધાણું’ પટ્ટમાં સદાકાળ સિદ્ધસ્વરૂપે બીરાજમાન થયા છે, થાય છે અને થશે.
"
Jain Education International
જે પ્રાણીએ શ્રી જિન-વચન પામીને સદ્ધર્મ-આચરણ કરે છે તે પ્રાણીઓને જિત-નામ સ્મરણુ તથા જિન પ્રતિમા દર્શન, દેખતા મનુષ્યાના હાથમાં રહેલી લાકડી માફક તુરત ફૂલદાયી અને છે અને તેવા પ્રાણીઓ વહેલી તકે ભવ નિસ્તાર પામે છે. પરંતુ જેને કાંઈ પણ ધર્માચારણુ પ્રાપ્ત થએલ નથી તેવા પ્રાણીઓને પણ શ્રી જિનનામ સ્મરણ અને શ્રી જિનપ્રતિમાદર્શન આંધળાના હાથમાં રહેલ લાકડી પ્રમાણે રક્ષણરૂપ બને છે. અંધ માણસને સ્વયં દૃષ્ટિના અભાવ હેાતા છતાં, રસ્તામાં રહેલ અંતરાયેા ખાડા, ટેકરા વિગેરે વિઘ્નાના સ'કેતા આપી, લાકડી જેમ અંધ માણસનું રક્ષણ કરે છે. રસ્તામાં પડતા બચાવે છે. તે રીતે ધવિહીન માણસેાને પણ જિનનામ સ્મરણુ અને જિન-પ્રતિમા દર્શનરૂપ લાકડી ભવાણૢવના ભયંકર માર્ગમાં આવતા વિઘ્ના અને અકસ્માતાથી રક્ષણ કરી, મા સન્મુખ લાવી, અંતે ભવ નિસ્તાર આપનાર બને છે. શ્રી જિનનામ સ્મરણ અને જિન-પ્રતિમા દર્શન અને જગતમાં અલૌકિક પરિબળ છે. આંતર જાગૃત અને મેહમૂઢ હરકેાઈ પ્રાણીઓને તે પરમ આલંબન રૂપ છે.
જિન-પ્રતિમા ( જિન સ્થાપના નિક્ષેપ)
અરિહંત ભગવંતાના નામ અને ભગવડતાની સ્થાપના ( પ્રતિમા ) તે બંને અરિહંત પદના નામ અને સ્થાપના રૂપ નિક્ષેપ હાવાથી અરિહંત રૂપે જ ગણાય છે. દરેક ભગવ ́તાના નામ હતાં, દરેક ભગવાને દેહ હતાં, ભગવંતના વિરહકાળે ભલે ભગવ'તાના દેહ વિલય પામ્યા હોવા છતાં, શ્રી જિન-પ્રતિમા તે સાક્ષાત જિનદેહની ગુણાલ કૃત છંખી છે. જે જિન ભગવ’તના દેહના સાક્ષાત્ પ્રતિ-આકાર છે. જેથી જિનપ્રતિમાના દર્શનથી જિન ભગવાના સાક્ષાત્કાર સાંપડે છે. જે નામ પહેલા જિન-ભગવંતના દેહ સાથે અ ંકિત હતું તે નામ હાલ જિનપ્રતિમાની સાથે અંકિત છે. જિન ભગવાના માહાત્મ્યથી દિલમાં પ્રાપ્ત થએલ સૂજ પ્રમાણે પ્રતિમાના દર્શનથી સાક્ષાત્ પ્રભુદર્શન થાય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org