________________
૧૮૬
સમર્થ–સમાધાન - ઉત્તર-પૂ. શ્રી જ્ઞાનચંદ્રજી મ. સા.ને આઠ શિષ્ય હતા. શ્રી ચુનીલાલજી મ. સા.ને નવ શિષ્ય હતા. તેઓ અને ગુરુભાઈ હતા. તેમના ગુરૂનું નામ શ્રી મગનલાલજી મ. સા. હતું.
પ્રશ્ન ર૦૮૧–ઉપક્રમ, નિક્ષેપ, અનુગમ, તથા નયની પરિભાષા ફરમાવશો?
ઉત્તર-ઉપકમ એટલે દૂર રહેલાં. શાસ્ત્ર વિગેરે પદાર્થોને તે તે પ્રતિપાદન પ્રકારેથી નિક્ષેપની પાસે લાવવા અથવા નિક્ષેપને એગ્ય બનાવવા તેને ઉપકમ કહેવાય છે. નિક્ષેપ= ઉપક્રમ વડે નજીકમાં લાવેલા શાસ્ત્ર વિગેરે પદાર્થોના નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ, વગેરે દ્વારા વ્યવસ્થિત કરવા તે નિક્ષેપ છે.
અનુગમ સંહિતા વગેરે કમથી અથવા અખલિત ઉચ્ચારણ આદિ ક્રમથી અનુકુલ અર્થ કરે તેને અનુગમ કહે છે.
નય=અનુગમ વડે પ્રતિપાદિત શાસ્ત્રાદિના અર્થોને ન વડે વિચાર કરે તે અનંત ધમત્મક વસ્તુના અન્ય ધમેને નિષેધ ન કરતાં મુખ્ય રૂપથી એકધર્મનું નિરૂપણ કરવું તેને નય કહેવાય છે. અથવા અનુગમ દ્વારા જાણેલા અર્થને અનેક અપેક્ષાઓથી કરવામાં આવેલા ભેદ પ્રભેદો વડે વિસ્તૃત કરે તેને નય કહેવાય છે.
સફાઈ વડે ખેતરને બી વાવવા એગ્ય બનાવવું તે સમાન ઉપક્રમ છે. ખેતરમાં બીજ વાવવા સમાન નિક્ષેપ છે. બીજ અંકુરિત થવા સમાન અનુગમ છે. વૃક્ષ પલ્લવિત પુષિત તેમજ ફલિત થવાની જેમ નય છે.
પ્રશ્ન ૨૦૦૨-વિશેષ આવશ્યક ભાષ્ય ગાથા ૩૦૦૧ ના આધારથી ટીકાકાર શ્રી મલયગીરીજીએ એકેન્દ્રિય જીને ભાવઇન્દ્રિયની અપેક્ષાએ પંચેન્દ્રિ બતાવ્યા છે, શું આ બરાબર છે?
ઉત્તર–જો કે ટીકાકારે તેમજ ભાષ્યકાએ એકેન્દ્રિમાં એક દ્રવ્ય ઈન્દ્રિય તથા પાંચ ભાવ ઇંદ્રિયે માની છે. પરંતુ પ્રજ્ઞાપના સૂત્રના ૧૫ મા પદમાં ભાવ ઇન્દ્રિય પણ એક જ બતાવી છે. તેથી આગમિક દૃષ્ટિએ તે એક ભાવ ઈન્દ્રિય જ માનવી ઉચિત છે.
શકા–તેઓએ બકુલ વૃક્ષોના ઉન્મત્ત સ્ત્રીના શબ્દ સાંભળી વિલાસ કટાક્ષપૂર્વક જેવાથી, મઘ વિગેરેના કોગળાની ગંધ સુઘીને, તેના રસનું આસ્વાદન કરીને તથા આલિંગન વિગેરેથી અવયને સ્પર્શ પામી જલદી પુષ્પવાળું થાય છે એવું બતાવ્યું છે.
છુઈ મુઈ નામના છેડને માટે પણ કહેવાય છે કે કોઈ તેની તરફ આંગળી ઉઠાવીને જુએ તે તે કરમાઈ જાય છે.
સમાધાન-શુભ શબ્દ વિગેરેને શુભ સ્પર્શ થતાં તે ક્રિયાઓ થાય છે. આ બધું કાર્ય સ્પર્શેન્દ્રિયથી જ થાય છે. જેમકે શ્વાસ લે એ નાકનું કાર્ય છે. ભેજન કરવું એ જીભનું કાર્ય છે, પરંતુ એકેન્દ્રિય જીવ સ્પર્શેન્દ્રિયથી જ તે કાર્ય કરે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org