________________
મને મળી જાય છે, ‘પછી' સાથે કોઈ સંબંધ નથી! ચિત્રો બનાવતી વખતે, રંગ પૂરતી વખતે જ પ્રાણ ખીલી જાય છે, અંતર રંગાઈ જાય છે અને સૌંદર્ય પ્રગટ થાય છે. ચિત્રમાં સૂર્યોદય બનાવતાં અંતરમાં સૂર્યોદય થઈ જાય છે. તેની પછી, તેની પાર કે તેની બહાર વાત જ વ્યવસાયી છે. હું દુકાનદાર નથી, ચિત્રકાર છું.’
છે
જીવનભર ચિત્રો ન વેચાયા. દુનિયાને ‘બિચારો' લાગે પણ તે દુ:ખી ન હતો, આનંદિત હતો. તેને જે જોઈતું હતું એ મળી ગયું હતું. વાનગોગની કળા પ્રત્યેની પ્રીતિ અને ખુમારી થિયો સમજી શક્યો ન હતો. ભાઈને મદદ કરવાના આશયથી એક વાર થિયોએ એક માણસને થોડા પૈસા આપી કહ્યું કે વાનગોગ પાસે જઈ ચિત્ર ખરીદી લાવ. પણ વાનગોગને સાચી વાતની ખબર પડી ગઈ. તેથી તેણે પોતાનું ચિત્ર ન વેચ્યું. તેણે જોઈ લીધું કે થિયોએ મોકલેલ માણસને ચિત્રોમાં કોઈ રસ ન હતો, એની દૃષ્ટિ ચિત્રોમાં ઊતરી ન હતી, ચિત્રો એને સ્પર્શ કરી શક્યા ન હતા. વાનગોગની આંખમાંથી આંસુ સરી પડ્યા કે આવા દુર્લભ ચિત્રની ‘કિંમત' એ ન કરી શક્યો.....
પ્રેમ જો સાચો હોય તો તે કંઈ જ માંગતો નથી. ત્યાં કોઈ અપેક્ષા હોતી નથી. તે પ્રેમ કરવામાં જ રાજી થઈ જાય છે, છલાંગ મારે છે, ઊંચાઈ પ્રાપ્ત કરે છે. આનંદની ઘટના આપતી વખતે જ ઘટે છે. જે પ્રેમની ક્ષણમાં જ આનંદ છે, તે પ્રેમ શુદ્ધ પ્રેમ છે. આવા પ્રેમમાં તૃપ્તિ છે, શાંતિ છે, મુક્તિ છે.
પ્રેમની શક્તિને બે પ્રકારમાં વિભાજિત કરી શકાય. આ લાગણીનાં બે રૂપ છે - કામ (અશુદ્ધ પ્રેમ) અને ભક્તિ (શુદ્ધ પ્રેમ).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org