________________
બીજી કોઈ સાધના કરવાની જરૂર નથી.'
પાત્રતાની ઉપલબ્ધિ વિરહના ડરથી લોકો પ્રેમ કરતા નથી. વિરહાગ્નિ તમારા આત્માને શુદ્ધ સુવર્ણની જેમ ચમકાવશે. પરમાત્માના માર્ગ ઉપર રાખ થઈ જવું તે પણ સોનું થવા બરાબર છે. પ્રેમના માર્ગ ઉપર ખોવાનું ઘણું છે, પણ જે ગુમાવો છો તેનાથી અનંતે પ્રાપ્ત થાય છે. જે ગુમાવવાથી ડરે છે, તેને પ્રાપ્તિ થતી નથી. પહેલાં ઉનાળો, પછી ચોમાસું – પહેલાં ખોવાની તૈયારી, પછી ઉપલબ્ધિ! ગુમાવવાની તૈયારી એ પાત્રતા છે. પાત્ર ખાલી થશે તો પરમાત્મા આવીને બિરાજશે.
પ્રેમીની કસોટી છે વિરહમાં. કસોટી વિના યથાર્થ સમજાય નઈ. વિરહના તાપ વિના પરિપક્વતા આવે નહીં. પ્રેમની પીડા વિના છીછરાપણું હોય. પીડા વિના કોઈ વસ્તુ ઊંડી નથી બનતી. મહેંદી પિસાય છે ત્યારે તેમાંથી રંગ પ્રગટે છે અને કેરી તડકામાં તપે છે ત્યારે તેનામાં મીઠાશ પ્રવેશે છે. વિરહ પ્રેમનું ઊંડાણ વધારે છે.
ભાગ્યશાળીને જ વિરહ વેદાય છે. બાકી તો બધાંનાં હૃદય સુકાઈ ગયાં છે. પરમાત્માની ખોટ નથી લાગતી. લક્ષ્મી, પરિવાર, અધિકારની ખોટ સાલે છે! હૃદય મરુભૂમિ બની ગયું છે. રસધાર નથી વહેતી. કોઈ અંકુર નથી ફૂટતો. પક્ષી ગીત નથી ગાતું. ભાગ્યશાળી છે તે કે જેની આંખ હજી પણ ભીની થાય છે પરમાત્માના નામથી! આંસુ અંદર ઊતરવાની એક સુવિધા છે.
જ્ઞાનીઓએ વિરહને સુખદાયક કહ્યો છે. ભક્તને પણ તે સુખદાયક લાગે છે કારણ કે એ વેદનામાં બધું ખોવાઈ જાય છે. અને એવી કોઈ સૌભાગ્યની ક્ષણોમાં, ધન્યતાની ઘડીમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org