________________
૧૯ સમાગમ કરે. તેમને નાચતાં જુએ, તેમનામાંથી આનંદનાં ઝરણાં ફૂટે એનો સ્પર્શ કરે અને ક્રમશઃ તેમની દરેક ચેષ્ટામાં કબીરજીને એક પ્રજ્વલિત જ્યોતિ દેખાવા લાગે છે. જેમ કોઈ ટૉર્ચ હોય અને તેને ચાલુ કરવામાં આવે, પછી તેને ઊંચીનીચી, આડી-અવળી ગમે તેમ ફેરવો, તે પ્રજ્વલિત જ રહે છે. ધીરે ધીરે ટૉર્ચ ભુલાતી જાય અને માત્ર પ્રકાશ જ દેખાય, તેમ રામાનંદની દરેક અવસ્થામાં કબીરજીને પ્રજ્વલિત જ્યોતિનાં દર્શન થાય. રૂપ ભુલાતું જાય અને અરૂપ દેખાય. રામાનંદની પાસે બેસતાં બેસતાં રામની પાસે બેઠાનો અનુભવ થાય, કારણ કે રામાનંદ એટલે રામને પ્રાપ્ત કરીને મળેલો આનંદ. રામ મળી જાય તેનું જીવન આનંદથી ભરાઈ જાય. રામની ખબર ન હતી કબીરજીને પણ રામાનંદની પાસે બેસવાથી રામની ખબર મળી. હજી તો પરોક્ષ પરિચય જ અને છતાં પ્રત્યક્ષની તાલાવેલી જાગી. ખબર ન પડી અને રામનો પ્રેમ જાગ્યો, વિરહ અનુભવાયો. રામાનંદના સંગમાં કબીરજીનું હૃદય આંદોલિત થવા લાગ્યું. હજી તો માત્ર ઝલક મળી છે, જોયા નથી, સ્પર્યા નથી અને છતાં વિરહ જાગ્યો.....
વિરહની પીડા કાર્યકારી જેમ જેમ ગુરુ પ્રત્યે પ્રેમ જાગે છે, તેમ તેમ પરમાત્માનો વિરહ જાગે છે, અગ્નિ પ્રજ્વલિત બને છે, પીડા વધે છે. ગુરુ વધારે ને વધારે વિરહ જગાડે છે. ગુરુ પોતાના સમાગમની પ્રીતિ એવી લગાડે કે તમારાં બધાં સુખ છીનવી લે, તમારાં સ્વપ્ન પણ ચોરી લે. કંઈ બાકી ન રહે. અન્યત્ર કોઈ અપેક્ષા થાય નહીં. બીજે ક્યાંય ગમે પણ નહીં, એક તુંહી તુંહી..... ઊંઘ પણ છીનવી લે, ચેન પણ છીનવી લે. માછલી જેમ તરફડે પાણી વિના.....કે આ તો રેતી ઉપર નાંખી દીધી!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org